અઘોરીએ ભૂવાને કહૃાું,’તારી પત્નીનો પ્રેમ સંબંધ છે,’ શેલાએ રાજુની કરી હત્યા

91

અમદાવાદના વિરમગામમાંથી મળી આવેલ બિનવારસી લાશ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.મરનારની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હતી અને હત્યા પાછળ જૂનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. મરનારની પત્નીની સહેલી સાથે મરનારનું પ્રેમ પ્રકરણ હતું અને તેને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે આરોપીએ ઉજ્જૈન જઈ અઘોરીને પણ મળી આવ્યો હતો. પોલીસ ગિરફતમાં આવેલા આરોપીઓએ ભેગા મળી રાજુ હાડા નામના એક વ્યક્તિની હત્યા કરી લાશને વિરમગામમાં ફેંકી દીધી હતી.

જોકે પેહલાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરેલ પરંતુ શંકા જતા લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા માં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી શેલા ભરવાડ પહેલાં રિક્ષા ચલાવતો હતો અને છેલ્લા ૭ વર્ષથી ભુવાજી નું કામ કરે છે.આરોપીની પત્ની અને મરનાર વચ્ચે ૨૦ વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણ હતું અને જે વાતની અદૃાવત રાખી આરોપીએ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટના કંઈ એમ છે કે રાજુ અને શેલાની પત્ની વચ્ચે પહેલા પ્રેમ હતો અને ત્યાર બાદૃ શેલાની પત્નીએ જ પોતાની સહેલી સાથે રાજુ ના લગ્ન કરાવી દીધા હતા. અને મરનાર કરિયાણાનીની દુકાન ચલાવતો હતો.મરનારની સાસરી અને આરોપીનું ઘર અંકલાવના ભેટાસી ગામમાં હતું અને ગત ૨૯-૧૦-૨૦ ના રોજ મરનાર પોતાના સસરાની ખબર કાઢવા માટે ગયો હતો, ત્યાર બાદ તે પરત ઘરે આવ્યો નહોતો અને જેની જાણવા જોગ પણ રાજુની સાસુએ નોંધવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શેલા છેલ્લા ૭ વર્ષ થી ભૂવાનું કામ કરે છે અને તેની પત્નીનું પ્રેમ પ્રકરણ છે તે ઉજ્જૈન ના એક અઘોરી એ કહૃાું હતું.નોંધનીય છે કે હાલમાં આ મામલે ફૂલ ૬ આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે અને અન્ય મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.