ફિલ્મ ’લક્ષ્મી’ માટે ટ્રોલ થતા ભડકી ટ્વિકંલ, ’ભગવાનને મજાક ગમે છે નહિતર તે આ ના કરતા’

51

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી હાલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ તેના નામ અને કહાનીને લઇને લોકોના નિશાન પર છે. ફિલ્મના નામને વધારવા વિવાદ જોઇ અક્ષયની ટીમે ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બથી બદલીને લક્ષ્મી કરી દીધું છે. પરંતુ આ વિવાદ ઓછો થવાનું નામ લઇ રહૃાું નથી. તેને લઇને અક્ષય કુમારની પત્ની ટ્વિકંલ ખન્નાને પણ સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી છે.

એક યૂઝર્સે ફોટોશોપથી અક્ષયની પત્ની ટ્વિકંલ ખન્નાને લક્ષ્મી બોમ્બના પોસ્ટર પર ફિટ કર્યો અને તેનું ટાઇટલ ‘ટ્વિકંલ બોમ્બ કરી દીધું. એવામાં ટ્વિકંલ પણ ચુપ રહેવા વાળી નથી. તેણે ટ્રોલરનો સબક શીખવાડ્યો છે. ટ્વિકંલે ટ્રોલરોને ખુલ્લેઆમ અપમાન કર્યું છે. શેર કરેલી તસવીરમાં ટ્વિકંલ ખન્નાએ બ્લૂ કલરમાં રંગેલી નજરે પડી રહી છે અને માથા પર મોટી એક લાલ બિંદી લગાવી છે. જણાવી દઇએ કે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી ના પોસ્ટરની જેમ તેને બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ પોસ્ટરનું નામ ટ્વિકંલ બોમ્બ આપવામાં આવ્યું છે.

ટ્વિકંલે તે શખ્સની મૉર્ડ તસવીર શેર કરતા લખ્યું- ટ્રોલ્સ ખૂબ મદદરૂપ થાય છે. જ્યારે એક બ્લોગ માટે તસવીર શોધી રહી હતી તો મારી નજર તેની પર પડી ગઇ. રીપોસ્ટ કરવાની જગ્યાએ તેને ક્રોપ કરીને શેર કરી રહી છું. એકે મને કહૃાું કે તુ ભગવાનને લઇને મજાક બનાવે છે. તું એક થર્ડ ક્લાસ વ્યક્તિ છું. તેની પર મેં લખ્યું કે ભગવાન ખરેખર મજાક પંસદ કરે છે. નહીંતર તે તને ના બનાવતા, જોકે, મને લાગે છે કે હું નવા સ્કિન ટોનની સાથે સારી લાગી રહી છું અને બિંદી આ દિવાળી વાદળી ધમાકાની જેમ લાગી રહી છે.