‘તનિષ્કની એડને લઇને ફરી છંછેડાયો વિવાદનો મધપૂડો, વીડિયો વાયરલ થતા ટ્વિટ કર્યું ડિલીટ

45

દિવાળીની નવી જાહેરાતને કારણે ‘તનિષ્ક ફરીથી સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. એક મહિના પહેલા, અન્ય ધર્મોના લગ્નને પ્રોત્સાહન આપતી એક જાહેરાતને કારણે કંપની આલોચનાનો વિષય બની હતી. હવે કંપનીએ ‘એકત્વમ નામનું એક નવું કલેક્શન લોન્ચ કર્યું છે. કંપની તેની જાહેરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની વકાલાત કરીને ફરી એકવાર વિવાદમાં ઘેરાઇ છે. આ એડમાં નીના ગુપ્તા, સયાની ગુપ્તા, નિમરત કૌર, અલાયા એફ જોવા મળી રહી છે અને તેઓ દિવાળી પર વાત કરી રહૃાા છે. ઉલ્લેખનીય છે કે ટ્રોલીનગ પછી, તનિષ્કે તેના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટને હટાવી દૃીધું છે, પરંતુ વીડિયો અન્ય એક ટ્વિટમાં છે.

‘તનિષ્ક ની નવી એડમાં મહિલાઓ દિવાળી પર તેમની યોજનાઓ વિશે વાત કરી રહી છે. વચ્ચે તે ફટાકડા પર પ્રતિબંધ વિશે વાત કરે છે અને સમજાવે છે કે આ તહેવાર કેવી રીતે પરિવારની નજીક રહેવાની અને તેમની સાથે સમય વિતાવવા વિશે છે. આ માટે, ઘણા યૂઝર્સે કંપની પર જાહેરાતો દ્વારા લોકોને ‘દિવાળી કેવી રીતે ઉજવવી તે અંગે જ્ઞાન આપવાનો આરોપ લગાવ્યો હતો. મોટી સંખ્યામાં એવા યૂઝર્સ છે કે જેઓ ધાર્મિક રૂપે તેમના ગ્રાહકોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવી રહૃાા છે.જો કે, અગાઉની જાહેરાતની જેમ ‘તનિષ્ક ને પણ આ જાહેરાત માટે ટેકો મળી રહૃાો છે. ઘણા યૂઝર્સે કહૃાું કે બેસિપૈરની ટીકા બંધ થવી જોઈએ કારણ કે બ્રાન્ડ ફક્ત એકતાની વાત કરે છે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તે પર્યાવરણ માટે ચિંતા બતાવે છે.