એલઆરડી વિવાદ: બનાસકાંઠામાં યુવાનની સરકાર દ્વારા અન્યાયને લઇ ઈચ્છા મૃત્યુની માંગ

37

બનાસકાંઠામાં એલઆરડીના ઉમેદવારોએ કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માંગ કરી છે. માંગણીઓને લઈ કલેકટરને અંગે નિવેદન આપ્યું છે. પુરુષ ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ભરતીમાં ૩૩ ટકા મહિલા-૬૭ ટકા પુરુષનો રેશિયો ન જળવાયો હોવાનું પણ કહેવાયું છે.

સરકાર દ્વારા અન્યાયને લઇ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. એલઆરડીની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના ગેડએ બહાર પાડેલા તા.૧-૮-૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગને લઇને ૭૦ દિવસથી ગાંધીનગરમાં એસસી, એસટી અને ઓબીસીની મહિલા ઉમેદવારો આંદોલન કરી રહી છે.

જેને લઇને રાજ્ય સરકારે ૧૧ ફેબ્રુઆરીએ આ ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બિન અનામત વર્ગે આંદોલન શરૂ કર્યું હતું. જેને કારણે રાજ્ય સરકારે મહિલાઓ માટેની અનામત બેઠકોમાં વધારો કરીને ૫૨૨૭ બેઠક પર ભરતી કરવાની જાહેરાત કરીને સમાધાનકારી રસ્તો અપનાવ્યો હતો. ૧-૮-૧૮ ઠરાવ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ મુજબ ભરતી કરવામાં આવી છે. અમે ગુણવત્તામાં કોઈ સમાધાન કર્યું નથી. અનામતનું જતન કરવું સરકારની કટિબદ્ધતા છે. બેઠકમાં ૨૪૮૫ બેઠકો સંવેદનશીલતા આધારે વધારો કર્યો છે. બેઠકો વધારવાથી બહેનોને વધારેમાં વધારે તક મળવાની છે. ૧-૮-૧૮ના ઠરાવનો એલઆરડી ભરતીમાં અમલ કરવામાં આવ્યો નથી.