સ્વદેશી કોરોના વેક્સીન: ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી તૈયાર થવાની સંભાવના

36

કોરોના મહામારીના એક જ ઇલાજ રુપે તેની વેક્સીન તૈયાર કરવામાં દુનિયાભરના દેશો પ્રયત્નશીલ છે, એવામાં ભારત દેશ પણ આ દિશામાં સતત આગળ વધી રહૃાું છે. ભારતમાં કોરોના વેક્સીન તૈયાર કરવા માટે કાર્યરત વિજ્ઞાનીઓનું માનવુ છે કે, ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી દેશમાં કોરોના વેક્સીન તૈયાર થઇ જશે. આટલુ જ કોરોના વેક્સીન તૈયાર થતા ભારત તેના મિત્રો દેશોને પણ વેક્સીન પૂરુ પાડવા પર તૈયારી કરી રહૃાુ છે.

આ અંગે વધુ માહિતી આપતા વિદેશ સચિવ હર્ષ વી શ્રૃંગલાએ જણાવ્યું કે, ભારત સરકાર કેટલાક મિત્રો દેશો સાથે કોરોના વેક્સીનના ટ્રાયલની સંભાવના પર કાર્યરત છે. તેમણે જણાવ્યુંકે, કોરોના વેક્સીન માટે કેટલાક મિત્ર દેશો ભારતનો સંપર્ક સાધી રહૃાા છે. આ સંદર્ભે ભારત પણ કોલ્ડ ચેઇન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની ક્ષમતામા વધારો કરવા માટે ઇચ્છુક દેશોની મદદ કરશે.

તેમના મુજબ ફેબ્રુઆરી ૨૦૨૧માં દેશને કોરોના વેક્સીન મળી શકે છે, જે સંપૂર્ણ રીતે ભારતમાં જ તૈયાર થઇ હશે. કોરોના વેક્સીન વિકસાવવામાં ભારતની ઝડપ સમગ્ર વિશ્ર્વ માટે મોટી સફળતા સમાન હશે. ભારતીય વિજ્ઞાનીઓનું પણ કહેવુ હતું કે કોરોના વેક્સીનનું ફાઇનલ ટેસ્ટિંગ આ મહિનામાં શરુ કરવામાં આવશે. તેમના મુજબ કોરોના સંક્રમણ સામે તૈયાર આ સ્વદેશી વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક નીવડશે.