કરવા ચોથના દિવસે પૂજા માટે રાખેલ દિવડાથી ઘરમાં આગ લાગી: ઘર બળીને ખાક

31

ડીંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં બુધવારે રાત્રે કડવા ચોથની ઉજવણી દરમિયાન આગ લાગી જાય છે. પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા માટે સજાવેલી થાળીમાં દિવડો કરી આરતી ઉતારવામાં આવે છે. બાદમાં પરિવારના સભ્યો સળગતા દિવા સાથેની થાળી ટેબલ પર મૂકીને જમવા જાય છે. એ દરમિયાન આગ લાગી જાય છે. દિવાની જ્યોતથી લાગેલી આગ સમગ્ર ઘરમાં જોત જોતામાં પ્રસરી જાય છે. લગભગ ૧૧ વાગે લાગેલી આગમાં પરિવારના સાત સભ્યોનો આબાદ બચાવ થાય છે જ્યારે આગની દુર્ઘટનામાં ઘર વખરીનો સમગ્ર સામાન બળીને ખાક થઈ જાય છે. આગમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા ૨૫ હજાર પણ સામી દિવાળીએ આગમાં બળી ગયા છે. અચ્છેલાલ તિવારીએ જણાવ્યું કે આગમાં લગભગ ૨ લાખનું નુકશાન થયું છે.

અચ્છેલાલ તિવારી (મકાન માલિક)એ જણાવ્યું હતું કે, તેઓ સિક્યુરિટી કોન્ટ્રાકટર છે. સંયુક્ત પરિવારના ૯ સભ્યો સાથે રહે છે. બુધવારના રોજ કડવા ચોથને લઈ પત્નીએ એક પૂજાનું આયોજન કર્યું હતું. ઘરના બધા જ સભ્યો પહેલા માળે હતા. પૂજા પુરી થયા બાદ તમામ સભ્યો રાત્રીના ભોજન માટે ગ્રાઉન્ડ લોર પર આવી ગયા હતા. બાદૃમાં અચાનક ઘરના પહેલા માળે આગની જ્વાળાઓ સાથે ધુમાડો દેખાતા ભાગદોડ મચી ગઇ હતી.

પરિવારના તમામ સભ્યોને ઘર બહાર લઈ ગયા બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી આગ કાબૂમાં લઈ લેતા પહેલા માળનો આખો રૂમ બળીને ખાક થઈ ગયો હતો.