ધારાસભ્યએ સરપંચને લેખિતમાં આપી કોર્ટમાં ચાલતા દરેક કેસમાં નિર્દોષ છોડાવાની ખાતરી..!

37

પેટાચૂંટણીમાં મતદાન વખતે મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ અનેક કાવાદાવા કર્યા હતાં ત્યારે પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુમામા) સાંસરોદ ગામના પૂર્વ સરપંચને લેખિતમાં ખાતરી આપી હતી કે, તમારા ઉપરના જેટલા કેસ છે તે કોર્ટ ચાલુ થશે એટલે સમાધાન કરાવી આપીશ અને નિર્દોષ છોડાવી દઇશ.

કેસ છે તે કોર્ટ ચાલુ થશે એટલે સમાધાન કરાવી આપીશ અને નિર્દોષ છોડાવી દઇશ આ મામલે કોંગ્રેસે રાજ્યચૂંટણી પંચ અને હાઇકોર્ટના ચીફ જસ્ટીસને ફરિયાદ કરી છેકે, આ મુદ્દે સુઓમોટો દાખલ થાય. આ ઉપરાંત દિવસભર મતદાન વખતે થયેલી વિવિધ ઘટનાઓને લઇને પણ કોંગ્રેસના લિગલ સેલે ફરિયાદો કરી હતી. પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન લીંબડી મત વિસ્તારમાં કંથારિયા અને ભેંસાજાળ ગામમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના બુથ એજન્ટો પર હુમલો કર્યો હતો.

આ જ પ્રમાણે લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાનની ફરિયાદ થઇ હતી. ઝાંખણ ગામમાં બુથ કેપ્ચિંરગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના વખતે મતદાન અઠકાવી દેવાયુ હતું. આ બંને ઘટનાઓના સંદર્ભમાં ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે. કરજણ વિધાનસભા મત વિસ્તારમાં શિનોર તાલુકાના સાઘલી ગામમાં કોંગ્રેસના પોલીંગ એજન્ટોને પોલીસે ધમકી આપી હતી. એટલું જ નહીં, પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં.