ડીસાના વિષ્ણુ ઠાકોર નામના યુવાને બચાવ્યાં છે ૧૨ હજાર સાપના જીવ

42

ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતો વિષ્ણુ ઠાકોર નામના યુવાને એક નવી પહેલ હાથ ધરી છે. પ્રાણીઓ બચાવવાની શરૂવાત કરી છે. વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી ૧૨ હજાર જેટલા સાપ પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે. તેની આ કામગીરીથી આજના યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઇ રહૃાો છે. સાપના જીવ બચાવવાનો યુવાનનો હેતુઆમ તો આ ઉંમરના યુવકો મોજશોખ કરતા હોય છે પરંતુ વિષ્ણુ ઠાકોરે તેમની આ મોજશોખની ઉંમરમાં ખૂબ જ ઉમદા કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે.

આ યુવક અત્યારે લોકોને સાપો વિશે માહિતી આપી રહૃાા છે અને સાપોને બચાવવાના પ્રયાસો કરી રહૃાા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આ યુવક દ્વારા એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય સાપોને બચાવવાનો છે. ક્યાંય પણ સાપ દેખાય તો આ યુવકોની ટિમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવે છે. ઘણીવાર કોઈ રહેણાંક વિસ્તારમાં સાપ દેખાય ત્યારે લોકો ભયભીય બની જાય છે અને સાપથી બચવા માટે તેની પર હુમલો કરી દેતા હોય છે અને સાપ મરી જાય છે,

ત્યારે આ ટીમના સભ્યો આવી ઘટના ન બને તે માટે હંમેશા સજાગ રહે છે અને ઘટનાસ્થળે પહોંચી સાપોને બચાવતા હોય છે અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે છે. વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી ૧૨ હજાર જેટલા અલગ અલગ પ્રકારના સપો પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે, ત્યારે આજ આ યુગમાં અન્ય મોજશોખ કરતા યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઈ રહૃાા છે.