ડુંગરા પોલીસે ઝડપી પાડ્યો સાયબર ક્રાઇમનો રીઢો ગુનેગાર, ૧૨ એટીએમ કાર્ડ કર્યા જપ્ત

44

વાપીના ડુંગરા પોલીસ દ્વારા ગઈકાલે વાહન ચેિંકગ દરમિયાન એક રીઢો ગુનેગાર ઝડપી પાડયો. જેની પાસેથી ૧૨ જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરવાના સાધનો મળી આવ્યા છે.

ગત રોજ વિધાનસભા ચૂંટણીને પગલે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન દાદરા ચેકપોસ્ટ પાસે એક શંકાસ્પદ ઇસમની પૂછપરછ હાથ ધરતા તેમજ તેની પાસે રહેલી બેગની તપાસ કરતા ૧૨ જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમમાં વપરાતા પાર્ટ, એટીએમ કાર્ડ ઇન્સર્ટ કરવાની જગ્યાએ રાખવાનો એક નાનું પ્લાસ્ટિકનું સ્કીમિંગ મશીન, એક નાની ઇલેક્ટ્રોનિક મેગેઝીન ચિપ્સ સ્ક્રુ ડ્રાઇવર તેમજ એક મોબાઇલ મળી આવ્યો હતો.

જપ્ત કરવામાં આવેલ માલસામાન અંગે પોલીસે પૂછપરછ હાથ ધરતા થોડા દિવસ પહેલા ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેક્ધના એટીએમમાંથી પોતાના અન્ય ત્રણ સાથીઓ સાથે ચોરી કરી હોવાનુ કબુલ્યું હતું. પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.