યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણી: ટ્રમ્પ-બિડનમાં કોની થશે જીત? સની લિયોની પણ ઉત્સાહિત

40

અમેરિકામાં ચાલી રહેલી રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજરો ચોંટેલી છે. શું એકવાર ફરી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવશે, કે પછી ડેમોક્રેટના જો બિડન બાજી મારશે? આ પ્રશ્ર્ન તમામના મનમાં સતત ચાલી રહૃાો છે. વોટીંગ ખત્મ થઈ ચુક્યું છે અને સવારથી જ મત ગણતરી શરૂ થઈ ચુકી છે. આશા પ્રમાણે દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં મોટા ઉલટફેર જોવા મળી રહૃાા છે.

આ સમયે ઇલેક્ટોરલ વોટની રેસમાં જો બિડન આગળ જરૂર ચાલી રહૃાા છે, પરંતુ તેમની લીડ ઘણી ઓછી છે. આવામાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે બાજી ફેરવી દે તે કહી ના શકાય. હવે અભિનેત્રી સની લિયોની પણ આ ચૂંટણીને લઇને ઘણી ઉત્સાહિત છે. સતત થઈ રહેલા ઉલટફેરથી તે પણ ચોંકી ગઈ છે. તે પણ પરિણામોને ઘણી નજીકથી ફોલો કરી રહી છે. આવામાં સની લિયોનીએ સોશિયલ મીડિયા પર પોતાના પતિ વેબર સંગ એક તસવીર શેર કરી છે.

તસવીરને જોઇને સમજી શકાય છે કે બંને સની અને ડેનિયલે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લીધો છે. બંનેએ આ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટીંગ કરી લીધું છે. તે તમામ બીજા લોકોને પણ એ પ્રશ્ર્ન પુછી રહે છે કે શું તેમણે વોટ આપ્યો કે નહીં? આ તસવીરને શેર કરતા સની લિયોનીએ લખ્યું છે કે, ‘આ સસ્પેન્સ મને મારી દેશે. સનીનો આ ઉત્સાહ ઘણો વ્યાજબી છે, કેમકે આ આખી દુનિયાની સૌથી મોટી ચૂંટણી છે, જેના પરિણામો ફક્ત અમેરિકા સુધી સીમિત નથી રહેવાના. સની લિયોની દ્વારા રાજનીતિમાં રસ લેવો ફેન્સને ઘણા જ ઇમ્પ્રેસ કરી રહૃાું છે. જે સની લિયોની સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાના બાળકો સાથે અથવા પછી ખુદની જ તસવીરો શેર કરતી રહે છે, તેના દ્વારા હવે ચૂંટણીને લઇને પોસ્ટ કરવા પર સૌ કોઈ ચોંકી ગયા છે.