ભાવનગરમાં પત્નીની હત્યા કરી મૃતદેહને ફેંકવા જતો પતિ ઝડપાયો

38

ભાવનગર પાસે એક મન હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. ભાવનગરનાં પાલિતાણામાં ઘર કંકાસને કારણે કરિયાણાની દુકાન ચલાવતા પતિ અમિત મથુરદાસ હેમનાણીએ પત્નીની હત્યા કરી નાંખી હતી. જે બાદ તેના મૃતદેહને સગેવગે કરવા માટે એક્ટિવામાં આગળ મુકીને લઇ જતો હતો આ દરમિયાન ગામલોકોએ તેને જોઇ લેતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે તેણે એક્ટિવા દોડાવી મુક્યું હતું પરંતુ તેને ગામલોકોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાના સિંધી કેમ્પમાં રહેતા અમિત મથુરદાસ હેમનાણી અને તેમના પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહૃાો હતો. જેથી પતિએ ગળેફાંસો આપીને પત્નીની હત્યા કરી હતી. જે બાદ પાલિતાણા નજીક આવેલા રોહીશાળા ગામની સીમમાં કે ડેમમાં મૃતદેહ ફેંકવા માટે એકટીવામાં આગળના ભાગે મૃતદેહ રાખી જઈ રહૃાો હતો. ત્યારે એકટીવામાંથી પગ નીચે ઢસડાતા જોઈને ગ્રામજનોએ તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે વધારે સ્પીડમાં ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન જ ગામલોકો દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

હાલ નયનાબેનનાં મૃતદેહને પીએમ માટે હૉસ્પિચલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે જાણકારી મળતા જ પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે પોલીસમાંથી ફોન આવતા મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર ઘટના સ્થળે પહોંચી પંચરોજકામ કર્યુ હતું. પોલીસ તંત્ર હજુ આ બાબતે તપાસ અને પૂછપરછ કરી રહી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પાલિતાણા, સર્કલ ઓફિસર, મામલતદાર કચેરીનાં અધિકારીએ જણાવ્યું કે, અમને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા અજાણ્યા મહિલાની લાશ મળી હતી અમે પંચરોજ કામ પતાવી દૃીધુ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.