ભરૂચમાં ઓનલાઇન અભ્યાસ માટેના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે અશ્ર્લીલ વીડિયો મુકતા હોબાળો

39

શિક્ષકનું કામ વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચવાનું છે. પરંતુ ક્યારેક કોઈ એકાદ શિક્ષકની કરતૂતને કારણે સમગ્ર શિક્ષણ જગતે શરમ અનુભવવી પડે છે. આવો જ એક બનાવ ભરૂચમાં સામે આવ્યો છે. અહીં એક શિક્ષકે વિદ્યાર્થીઓના ઓનલાઇન અભ્યાસ માટેના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયો અને તસવીર શેર કરી દીધી હતી. અંકલેશ્ર્વરની સરસ્વતી વિદ્યામંદિર ખાતે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી માટે હાલ કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહૃાું છે. સરસ્વતી વિદ્યામંદિરના બાળકોના અભ્યાસ માટે એક ઓનલાઇન શિક્ષણ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં એક શિક્ષકે અશ્ર્લીલ વીડિયો અને તસવીરો પોસ્ટ કરી દીધી હતી.

આ વાત વિદ્યાર્થીઓના વાલીઓને માલુમ પડતા હોબાળો મચી ગયો હતો. જે બાદમાં વાલીઓ એકઠા થઈને સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા. પોલીસી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. અંકલેશ્ર્વરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરી દેવાની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. સ્કૂલે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે તે માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. બનાવ બાદ બાળકોના વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને આરોપી શિક્ષકને મેથીપાક આપ્યો હતો.

આ મામલે જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આગેવાન યાકુબભાઈએ જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણના ગ્રુપમાં એક શિક્ષકે અશ્ર્લીલ ફોટા અને વીડિયો મૂક્યા હતા. વાલીઓને ખબર પડતા તેમણે ફરિયાદ કરી હતી. આ સતત બીજી ઘટના છે. તંત્રએ આ માટે ધ્યાન રાખવું જોઈએ. આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે ધોરણ-૯ અને ધોરણ-૧૦ માટે જે ગ્રુપ ચાલે છે તેમાં અશ્ર્લીલ વીડિયો આવી ગયા હતા. જેના કારણે વાલીઓ સ્કૂલ ખાતે આવ્યા હતા. સ્કૂલમાં આવું થાય તે ખોટું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શિક્ષકનું કામ બાળકોને સુધારવાનું છે પરંતુ અહીં બગાડવાનું કામ ચાલી રહૃાું છે. આરોપીને સજા મળવી જોઈએ.