કેરળના પ્રિયંકા રાધાક્રૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં મંત્રી બન્યા

48

ન્યુઝીલેન્ડમાં મંત્રી પદ મેળવનાર પ્રથમ ભારતીય

ભારતના કેરળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકેના શપથ લીધા છે. ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સ્થાન પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. વડાપ્રધાન જૈકીંડા અર્ડર્ને તેમનું નવું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં પ્રિયંકા રાધાકૃષ્ણનને સામેલ કરવામાં આવ્યા છે. ૪૧ વર્ષીય રાધાકૃષ્ણને સામુદૃાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર મંત્રીના રૂપમાં શપથ લીધા છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો છે. જ્યારે ઉછેર અને ભણતર સિંગાપુર થયું છે. તેમના દાદી કોચીમાં એક મેડિકલ પ્રોફેશનલ હતા અને કમ્યુનિસ્ટ પણ હતા.

તેઓ અભ્યાસ કરવા માટે ન્યુઝીલેન્ડ આવ્યા હતા અને ૨૦૦૪માં લેબર પાર્ટી દ્વારા સક્રિય રાજકારણમાં છે. તેઓ ઓકલેન્ડમાંથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. ગત ઓનમના તહેવારમાં તેઓ અર્ડર્નની સાથે લાઈવ આવ્યા અને તેમણે તહેવારની શુભેચ્છા પાઠવી હતી. તે પછી તેઓ કેરળવાસીઓના ઘરે-ઘરે જતા હતા. રાધાકૃષ્ણનને મલયાલમ ગીતો ખૂબ જ પસંદ છે. કેરળના લોકપ્રિય ગાયક યેસુદાસના તેમના ફેવરિટ છે.