મોરબીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

44

મોરબી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જૂના ઘાટીલા ગામે કોંગ્રેસ દ્વારા ચૂંટણીસભાનું આયોજન કરવામાં આવ્યુ.. જેમા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ ખેડૂતોના પ્રશ્ર્નો સાંભળતી નથી.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ભાજપની સરકારમાં ટેકાના ભાવ યોગ્ય મળતા નથી. ત્યારે આ મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, પક્ષપલટુને મત આપતા પહેલા મતદાતા વિચાર કરે.. તો હાર્દિક પટેલે નાયબ મુખ્ય પ્રધાન પર મોરબીના સીરામીક ઉદ્યોગકારોને ધમકાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.