હીના ખાનના પિતાએ અભિનેત્રીનું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કર્યું બ્લોક

99

ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન અવાર નવાર બોલ્ડ અવતાર બતાવતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલના તે બિગ બોસ ૧૪ને લઈ ચર્ચામા આવી હતી. હાલમાં હિના ટીવીથી દુર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. હિના ખાન અને તેના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે, જેમાં તેના પિતા કહી રહૃાા છે કે તેણે અભિનેત્રીનું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહૃાા છે કે હિના ખાન જે રીતે પૈસા ઉડાડે છે

તેમના પિતા એનાથી કંટાળી ગયા છે અને આ પગલું ભર્યું છે. વીડિયોમાં તે તેના પિતાને સવાલ કરતી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં હિના તેના પિતા સાથે વાત કરે છે કે મારી પાસે ડેબિટ, ક્રેડિટ કાર્ડ નથી. તે કહે છે કે તમે મારા બધા કાર્ડ્સ બ્લોક કરી દીધાં છે. પછી તેના પિતા કહે છે. તું વધારે પૈસા ખર્ચ કરે છે. પછી તેના પિતા ફરી કહે છે કે લોકડાઉનનો સમય ચાલી રહૃાો છે. જેટલા પૈસા બચાવી શકો એટલું સારુ છે.હિના ખાન બોલે છે કે, તમે બધા કાર્ડ્સને તો બ્લોક ન કરી શકો ને, હું શોપિંગ કેવી રીતે કરીશ, હું કોફી પણ ખરીદી શકીશ નહીં. તો તેના પિતા જવાબ આપે છે કે કેશ લઈ લો હું આપું છું.

કેટલા જોઈએ બોલો. હું તને કોફીના ૨૦૦ રૂપિયા આપીશ. હિના ખાનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહૃાો છે. આ વીડિયો ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. હતે તે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહૃાો છે.