સુરતના પાંડેસરામાં આવેલી બેકરીમાં દુકાનનું શટર તોડી થયેલી ચોરી સીસીટીવીમાં કેદ

39

પાંડેસરા વિસ્તારમાં આવેલી એક બેકરીમાં ચોરીની ઘટના બની છે. દુકાનનું શટર તોડી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનમાંથી ૧૬ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ દુકાન માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના પાંડેસરા ગામ સ્થિત આકાશ રો-હાઉસમાં રહેતા રામલાલ ઉર્ફે રમેશભાઇ પન્નાલાલ કુમાર પાંડેસરા આકાશ દીપ સોસાયટી પાસે રામદેવ બેકરી એન્ડ સુપર સ્ટોર ધરાવે છે તેઓની દુકાનમાં ચોરીની ઘટના બની છે અજાણ્યો ઇસમ દુકાનમાં પ્રવેશ કરી ૧૬ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

બીજા દિવસે દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં અજાણ્યો ઇસમ ચોરી કરતા નજરે ચડ્યો હતો આ ઘટનાને લઈને દુકાન માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે