વલસાડમાં ઔરંગા નદી કિનારે દરિયાઈ માર્ગે આવેલો ૩૬૦૦ બોટલ દારૂ ઝડપાયો

29

ગુજરાતમાં દારૂબંધી હોય તે સમયે જો સંઘ પ્રદેશ દમણ સેલવાસથી કે અન્ય રાજ્યમાંથી દારૂ ગુજરાતમાં આવતો હોય તો ગુજરાત પોલીસ તેને અટકાવવા અને દારૂ પકડવા મરણીયા પ્રયાસો કરતી હોય છે. ત્યારે ગુજરાત પોલીસથી બચવા અને દારૂ ગુજરાતમાં પહોંચાડવા બુટલેગરો અવનવા નુખસા અને અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે. હવે પોલીસે રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી નાકાબંધી કરી છે ત્યારે દરિયાઇ માર્ગે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડી રહૃાા છે. ઔરંગા નદીના કિનારે દરિયાઈ માર્ગે આવેલા ૩૬૦૦ બોટલ દારૂ સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે.

બુટલેગરોના મનસૂબા પર પણ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે પાણી ફેરવી દીધું છે. ગત મોડી રાતે ઔરંગા નદીના કિનારે ભદેલી નજીક બોટમાં આવેલો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ મોડી સાંજથી દારૂનો મોટો જથ્થો આવવાનો હોવાથી વોચમાં બેઠી હતી. ત્યારે દરિયાઈ માર્ગે આવેલો દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા દારૂના જથ્થામાં ૩૬૦૦ બોટલ દારૂ મળી આવ્યો છે જેની કિંમત ૨,૭૬, ૨૦૦ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે. આમ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે દારૂબંધી હોય અને બોર્ડર ગુજરાતે શીલ કરી છે ત્યારે દરિયાઈ માર્ગે આવતા દારૂ પર પણ પોલીસની લાલ આંખ છે.

સુરત પોલીસના સધન ચેકિંગ વચ્ચે દારૂ માફિયાઓ હેમખેમ રીતે શહેરમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહૃાા છે. જ્યાં આ વચ્ચે ૧૫ દિવસ પહેલા મરીન પોલીસ દ્વારા લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જો કે દમણથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા લાવવામાં આવેલ રૂપિયા ૧૬ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને મરીન પોલીસે ઝડપી પાડયા હતા. જેથી બુટલેગરનો કિમિયો લોપ થયો છે.