વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ ભૂજમાં ભાજપ પર કર્યા આકરા પ્રહારો

40

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયા આજે ભૂજ પહોંચ્યા હતા. નોંધનીય છે કે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાન્તીલાલ સંઘાણીના પ્રચાર સભા માટે પહોંચેલા અર્જુન મોઢવાડીયાએ ભુજમા પત્રકારો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમ્યાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપની ટીમ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે આ ચૂંટણી વફાદારી અને ગદ્દારી વચ્ચેની છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની જનતા શું કરવું તે જાણે છે. નોંધનીય છે કે ગુજરાતની આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના જ્વલંત વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.નખત્રાણા ખાતે આવેલા કેન્દ્રીય પ્રધાન પુરૂષોસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ આઈ ખરેખર ઓરીજનલ છે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો હતો.. જે મુદ્દે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને કોઇના સર્ટિફિકેટની જરૂર નથી.