સુરતમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ અચરનારને કોર્ટે ફટકારી ૧૦ વર્ષની સજા

37

ગોડાદરા સોમનાથ નગર સોસાયટીમાં આવેલા એક એમ્બ્રોઈડરીના કારખાનામાં ૧૩ વર્ષની સગીરાને બોલાવી પ્રેમ સંબંધ બાંધી અવારનવાર શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજારી ફરાર થયેલા આરોપી સામે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે પોક્સો તથા દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીને લાજપોર જેલમાં ધકેલ્યો હતો. આ ગુનામાં આજે અંતિમ સુનાવણી પુરી થતાં કોર્ટે દુષ્કર્મના આરોપીને દોષિત ઠેરવીને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યા છે.

કેસની વિગતો આપતા એપીપી કિશોર રેવલીયાએ જણાવ્યું હતું કે, મૂળ યુપીના ઈટાવા જિલ્લાનો વતની અને હાલમાં લીંબાયત સોમનાથ સોસાયટીમાં રહેતો બંટી અજબસિંહ રાજપૂત એમ્બ્રોઈડરીનું કામ કરતો હતો. આજથી બે વર્ષ પહેલા આરોપી બંટીની આ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષ અને ૩ મહિનાની ઉંમરની સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંટી સગીરાને અવારનવાર ખાતામાં બોલાવતો હતો.બાદમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો.

સગીરા પર આરોપી બંટી ૨૦૧૪થી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ ગુનામાં પોલીસે આરોપીને પકડવા જતા તે નાસી ગયો હતો. પોલીસને સાથ સહકાર પણ આરોપીએ આપ્યો નહોતો. આ કેસની અંતિમ દલીલો પૂરી થતા કોર્ટે એપીપી કિશોર રેવલીયાની દલીલોને મંજૂર રાખી આરોપી બંટી રાજપૂતને તકસીરવાર ઠેરવતો હુકમ કરીને ૧૦ વર્ષની સજા અને દૃંડ ફટકાર્યો છે.