વિડીયોમાં કહૃાું- દરોડામાં આઈટીને કંઈ મળ્યું નથી

44

પૂર્વ આટી અધિકારી પીવીએસ શર્માના ઘરે આઈટીની તપાસ પૂણ

પૂર્વ આઇટી ઇન્સ્પેક્ટર અને હાલના શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા સામે આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરાયેલું સર્ચ ઓપરેશન ચોથા દિવસે મોટાભાગે તમામ જગ્યાએ મોડી સાંજ સુધી પૂર્ણ થઈ ગયું હતું. પીવીએસ શર્માને ત્યાંથી પણ આઇટીની ટીમ રવાના થઈ ગઈ છે. ત્યારે પીવીએસ શર્માએ સોશિયલ મીડિયા મારફતે એક વીડિયો મૂક્યો છે. જેમાં જણાવ્યું છે કે, દરોડામાં આઈટી વિભાગને કંઈ મળ્યું નથી. બેનામી નામે ઇન્વેસ્ટ કરેલી મિલકતોની જે વાત છે તે ખોટું છે.

પીવીએસ શર્માએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી કહૃાુ હતું કે, સર્ચ દરમિયાન એક રૂપિયો પણ વધારે મળ્યો નથી. ન તો ગોલ્ડ-જ્વેલરી કે બીજી કોઇ વસ્તુઓ સીઝ કરાઈ નથી. ઊનના જે પ્લોટની વાત છે ત્યાના જ ટ્રસ્ટને વેચી છે. જે કંઇ છે તે ચોપડે બતાવ્યું છે. મારી પાસે લિબાયતમાં નાની ઓફિસ છે, એક ઓફિસ છે. પલસાણા ગામમાં ૨ હજાર ફુટનો નોન એગ્રિકલ્ચરલ લેન્ડ છે. આ ત્રણ મારી મિલકતો છે. આ સાથે મારા વાઇફના નામે ફોર સિઝનમાં ફલેટ છે તેમજ ૨૦૧૬માં લીધેલી એક ઓફિસ છે તેમજ હૈદરાબાદમાં એક મિલકત છે. બેનામી નામે ઇન્વેસ્ટ કરેલી મિલકતોની જે વાત છે તે ખોટું છે.

સુરતના કલામંદિર જ્વેલર્સ પર પૂર્વ ઇક્ધમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે ૧૧૦ કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાંખ્યાનો વિવાદ ચાલી રહૃાો છે. ટ્વિટર પર મની લોન્ડરીંગનો આરોપ લગાવી ચર્ચામાં આવેલી શર્માના ઘરે ૨૧મીના રોજ રાત્રીથી ઈક્ધમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે પીવીએસ શર્મા સાથે સંકળાયેલા કુસુમ સિલીકોન કંપનીના સંચાલકો કુસુમ-કૌશલ ખંડેલિયા, શાહ એન્ડ પ્રજાપતિ કંપનીના ભાગીદાર ધવલ શાહ, શર્માના એકાઉન્ટન્ટ અદૃુકીયા વગેરેના રહેણાંક-ઓફીસ મળીને સુરત, મુંબઈ અને થાણેના કુલ ૧૩ સ્થળો પર તપાસ લંબાઈ હતી. ગત રોજ ચોથા દિવસે મોટાભાગે તમામ જગ્યાએ મોડી સાંજ સુધી પૂર્ણ થઈ ગયું હતું.