પત્નીની હત્યા કરી આજીવન કેદની સજા ભોગવી રહેલો પેરોલ જમ્પ આરોપી ઝડપાયો

38

પોતાની જ પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. જેને ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ફરી એક વખત જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ડીસીબી પોલીસે બાતમીના આધારે આરોપી દિલીપ રમણભાઈ ઘોડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી વાપી ખાતે આવેલા ચલાગામ ખાતે રહેતો હતો અને વર્ષ ૨૦૦૫માં પોતાની જ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી તેની હત્યા કરી નાખી હતી આ મામલે તેને વલસાડથી ૧૪-૩-૨૦૦૬ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીને ૦૫-૦૬-૨૦૨૦ના રોજ ૨૧ દિવસના પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ૨૧ દિવસ પુરા થયા હોવા છતાં આરોપી જેલમાં હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. જો કે સુરતની ડીસીબી પોલીસે ફરી એક વખત તેને બાતમીના વેડરોડ પાસેથી ઝડપી પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.