ઉત્તર પ્રદૃેશમાં પરવાનગી વગર દૃાઢી રાખી, પોલીસ અધિકારી સસ્પેન્ડ

45

વગર પરવાનગીએ દાઢી રાખનારા યુપી પોલીસના એક અધિકારીને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. બાગપત જિલ્લામાં ફરજ બજાવતા અધિકારી ઈંસાર અલીએ પોતાની દાઢી વધારી હતી.પોલીસ ખાતાના નિયમ પ્રમાણે કોઈ પણ ધર્મના વ્યક્તિએ દાઢી વધારતા પહેલા ઉપરી અધિકારીઓની પરવાનગી લેવાની હોય છે.ઈંસાર અલી આવી કોઈ મંજૂરી લીધા વગર દૃાઢી વધારી રહૃાા હતા.તત્કાલીન એસપીએ પણ તેમને ચેતવણી આપી હતી અને ત્રણ વખત દાઢી કપાવવા માટે કહૃાુ હતુ.જોકે આ પોલીસ અધિકારીએ આ ચેતવણી ગણકારી નહોતી.

હાલના એસપી અભિષેક િંસહે કહૃાુ હતુ કે, વારંવાર આદૃેશ આપ્યા પછી પણ પાલન નહીં કરવા બદૃલ હવે ઈંસાર અલીને સસ્પેન્ડ કરી દૃેવાયા છે.પોલીસ ખાતામાં કોઈ પણ વ્યક્તિએ દૃાઢી રાખતા પહેલા પોલીસ વિભાગની પરવાનગી લેવાની હોય છે પણ ઈંસાર અલી પોલીસ વિભાગના નિયમોની પરવા કરી રહૃાા નહોતા.

બીજી તરફ સસ્પેન્ડ થયેલા ઈંસાર અલીનુ કહેવુ છે કે, આઈજી કાર્યાલયમાં દાઢી રાખવા માટે મંજૂરી માંગતી એપ્લિકેશન કરેલી છે. જોકે મારી માંગણી પર અત્યાર સુધઈમાં સુનાવણી કરવામાં આવી નથી.