વડાપ્રધાનની મુલાતા પૂર્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી દુલ્હનની જેમ શણગારાયું

41

સરદાર પટેલની જન્મ જ્યંતીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તે પહેલા કેવડિયા વિસ્તારને તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રંગબેરંગી લાઈટોથી સજાવી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ સાત મહિના બંધ રહૃાુ હતુ. ત્યારે હવે ૩૧ ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવનાર છે અને સરદાર પટેલની જન્મ જ્યંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે.

ત્યારે હાલના કેવડીયા કોલોની વિસ્તાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો છે. રસ્તાઓ પર રંગબેરંગી લાઇટોની સજાવટ કરવામાં આવી છે, રાત્રી દરમિયાન જોવા માટેના ગ્લો જે ગાર્ડન છે એને પણ લાઈટોથી સજાવી દેવામાં આવ્યો છે. હાલમાં લાઈટો રાત્રિ દરમિયાન ચાલુ કરી દેવામાં આવતા જાણે દિવાળીનો માહોલ આ વિસ્તારમાં હોય એવું દેખાઈ રહૃાું છે.

કેવડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો જે રોડ છે એ રોની ઉપર-નીચે રંગબેરંગી લાઇટો ગોઠવવામાં આવી છે. તેને હાલ ચાલુ કરી દેવામાં આવી છે. જેના કારણે સમગ્ર વિસ્તારને દૃુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હોય એ પ્રકારની સુંદરતા દેખાઈ રહી છે. હાલમાં લાઈટો રાત્રિ દરમિયાન ચાલુ કરી દેવામાં આવતા જાણે દિવાળીનો માહોલ આ વિસ્તારમાં હોય એવું દૃેખાઈ રહૃાું છે

ગ્લો ગાર્ડન પણ તૈયાર છે, અને રાત્રી દરમિયાન રોકાતા પ્રવાસીઓ આ ગાર્ડનમાં આવી શકશે. હાલ તો ગાર્ડન પ્રવાસીઓ માટે બંધ છે, પણ ૩૧ ઓક્ટોબર પછી પ્રવાસીઓ માટે આ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે.