સોલા પો.સ્ટેશનના કોન્સ્ટેબલ સુનિલ ચૌહાણ સસ્પેન્ડ

36

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરે કોન્સ્ટેબલ સુનિલ ચોહાણને સસ્પેન્ડ કર્યો છે. નોંધનીય છે કે પોલીસ કોન્સ્ટેબલ સુનિલ દારૂ પીધેલી હાલતમાં હતો. અગાઉ પણ કોન્સટેબલ પર દારૂનો કેસ નોંધાયો હતો.

મહત્વનું છે તે ગોતા આઇસીબી લોરા ખાતે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કોન્સ્ટેબલ સુનીલની નાઈટ ડ્યુટી હતી. જો કે નાઈટ ડ્યુટીમાં તેઓ એક વાગ્યે સરકારી બાઇક લઈ ચા ચાંદલોડિયાબ્રિજ પાસે ગયા હતા..જ્યાં પોતાની સ્થિતિનું તેઓને ભાન ન હતુ..ત્યારે ત્યાં ઉભેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા દાદાગીરી કરી હતી. જેથી દારૂ પીધેલા પોલીસકર્મીને પાઠ ભણાવવા માટે લોકોએ ભેગા થઈ માર માર્યો હતો..લોકોએ માર મારતા કોન્સ્ટેબલને ભાગવું પડ્યું હતુ.