હમિરપુર ૫ વ્યક્તિઓની ચકચારી હત્યા કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા

33

કચ્છમાં ગત મે મહિનામાં હમિરપર ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક જ સમાજના પાંચ યુવાનોનાં મોત થયાં હતાં. આ કેસમાં પોલીસે ૨૨ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જ્યારે હવે આ ૨૨ આરોપીઓમાંથી એક આરોપી સિદ્ધરાજ સિંહ ભગુભા વાઘેલાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરતાં તેને જામીન મળી ગયાં હતાં.આ મામલે કુલ ૨૨ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી. જેમાં આરોપી તરીકે ૫ મહિલાઓ પણ સામેલ છે.

અરજદાર આરોપી સિદ્ધરાજ સિંહ વાઘેલાના વકિલોએ ચાર્જશીટ પેપર્સ તથા તપાસના કાગળો દર્શાવીને તેમજ પોતાની ઉગ્ર રજુઆત સાથે ધારદાર દલિલો કરીને આ હત્યાકાંડમાં અરજદાર આરોપી સિદ્ધરાજ સિંહને સાવ ખોટી રીતે સંડોવી દીઘેલ હોવાની દલિલ કરીને જામની પર મુક્ત કરવા રજુઆત કરી હતી. આરોપીના વકિલોની દલિલ માન્ય રાખીને હાઈકોર્ટે જામીન મંજુર કરીને આરોપીને જામીન પર મુક્ત કરવા હૂકમ કર્યો હતો.