મ.પ્રદેશમાં ભાજપ સરકારના બે મંત્રીઓના રાજીનામા

38

મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૮ બેઠકો માટે પેટાચૂંટણીમાં નેશનલ પાર્ટીઓની સાથે-સાથે કેટલીક સ્થાનિક પક્ષ અને અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહૃાાં છે. એવામાં મધ્યપ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહૃાાં છે.

અહીં ધારાસભ્ય બન્યા પછી ૬ મહિના થવા પર મધ્ય પ્રદેશના બે મંત્રી તુલસી સિલાવટ અને ગોવિંદ રાજપૂતે મુખ્યમંત્રી શિવરાજિંસહ ચૌહાણને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જેને મુખ્યમંત્રી શિવરાજિંસહ ચૌહાણે સ્વીકારી રાજભવન મોકલી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ બંને નેતા જ્યોતિરાદિત્ય સિંધીની સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. આ સાથે જ આ વખતે પેટાચૂંટણી પણ લડી રહૃાાં છે.

ખરેખર તો બંધારણીય જોગવાઇ છે કે કોઇપણ મંત્રી વિધાનસભાનો સભ્ય બન્યા વગર ૬ મહીનાથી વધારે સમય સુધી મંત્રીપદ પર રહી શકતો નથી. એવામાં આ પ્રક્રિયાના કારણે બંને નેતાઓએ પોતાના રાજીનામાં આપવા પડ્યાં.

પેટાચૂંટણીની વાત કરીએ તો સાંવેર વિધાનસભા પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના તુલસીરામ સિલાવટ અને કોંગ્રેસના પ્રેમચંદ ગુડ્ડુ વચ્ચે છે. હાલમાંજ જલ સંશાધન મંત્રી તુલસી સિલાવટે ઉમેદવારી નોંધાવી, પછીના દિૃવસે ગુરુવારના રોજ પ્રેમચંદ ગુડ્ડુએ નામાંકન દાખલ કર્યું.

બંનેએ નામાંકનની સાથે પોતાની આવકનું એફિડેવીટ પણ કર્યું છે. સાંવેરથી ચાર-ચાર વખત ધારાસભ્ય રહેલા મધ્યપ્રદેશ સરકારના જળ સંશોધન મંત્રી તુલસી સિલાવટે આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.