લોખંડની સીડી વીજ તારને અડકી જતા યુવકનું મોત

36

’ન જાણ્યુ જાનકી નાથે કાલે શું થવાનું’ આ ઊક્તિ અચનાક થતા અકસ્માતો કે અચનાક આવી પડતી આપદા માટે વરાતી હોય છે. જોકે, તમે જામખંભાળિયાનો આ વીડિયો જોશો તો તમને પમ આ ઊક્તિ સાર્થક થતી લાગશે. અહીંયા હંજડાપર ગામે એક યુવકને ચાલતા ચાલતા મોત મળ્યું છે. પોતાના કામે લાગેલો યુવક લોખંડની સીડી ઢસડીને જઈ રહૃાો હતો, સીડી ઊપરથી પસાર થતા વીજ વાયરને અડકઈ ગઈ વીજળીના તારનો કરન્ટ સીડીની આરપાર ઉતર્યો અને ઘડીના છઠ્ઠા ભાગમાં હાલતા ચાલતા યુવકનું મોત નીપજ્યું. જોકે, વિચલિત કરતી આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના હંજડાપર ગામે એક યુવક પેટ્રોલપમ્પ નજીક કામ કરી રહૃાો હતો. તે લાંબી લોખંડની સીડી ઢસડીને આગળ લઈ જઈ રહૃાો હતો ત્યારે આ સીડીનો ઊપરનો ભાગ વીજ વાયરને અડકી ગયો હતો. સીડી જેવી વીજ વાયરને અડકી તેમાં આરપાર કરન્ટ પસાર થચો હતો અને યુવક ઝટકો ખાઈને પડી ગયો હતો.

આ બનાવ નજરે જોનાર વ્યક્તિ નજીકમાં પહોંતે તે પહેલાં તો કરન્ટના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ૨૩ વર્ષનો જ હતો અને તેના આવા અણધાર્યા નીધનથી તેના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. જોકે, યુવકને પ્રાથમિક સારવાર પણ આપી શકાય નહોતી કારણ કે ઇલેક્ટ્રિક લાઇનનો કરન્ટ એટલો ભારે હતો કે તેનું સીડી પર જ મોત થયું હતું.