રાજકોટની સમરસ હોસ્ટેલના તબીબે પીપીઈ કીટ પહેરી ગરબા ગુમ્યા

46

ગુજરાતીઓ માટે નવરાત્રિ એટલે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર ગણવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિની મંજૂરી આપી નથી. આથી ઘણા ગરબા પ્રેમીઓ પોતાનો શોખ પુરો કરવા માટે ઘરના સભ્યો સાથે ગરબા રમે છે. ત્યારે રાજકોટની સમરસ હોસ્ટેલના તબીબ ગૌરવ ગોહિલે ગરબાનો શોખ હોય કીટ પહેરીને જ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દૃાંડિયા રાસ લીધા હતી.

ગૌરવ ગોહિલે ‘મોખે યાદૃ સજણ કી આઈ ગતી પર સિક્સ સ્ટેપ ગરબા લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડીયોમાં જોઈ શકાય છે કે, ડોક્ટર સમરસ હોસ્ટેલનાં ગ્રાઉન્ડમાં કીટ પહેરીને મોખે યાદ સજણ કી આઈ ગીતનાં તાલે ગરબે ઘૂમી રહૃાા છે. આ રીતે ગરબે ઘૂમીને ડોક્ટરે કોરોનાને દુર રાખવા સાથે પોતાનો ગરબે રમવાનો શોખ પણ પુરો કર્યો હતો.

શહેરની સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર ગૌરવ ગોહિલે જણાવ્યું હતું કે, દરેક વર્ષે હું ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ગરબા રમવા જાવ છું. પણ આ વખતે મારી કોરોનામાં ડ્યુટી હોવાથી બહાર જવાનું શક્ય નહોતું. જેને લઈને મેં ફ્રી સમયમાં પીપીઈ કીટ સાથે સિક્સ સ્ટેપ રમીને મારો શોખ પુરો કર્યો હતો. સાથે જ પીપીઈ કીટ દ્વારા કોરોનાને પણ દુર રાખ્યો હતો. મારી લોકોને ખાસ અપીલ છે કે, તેઓ સાવચેત રહે અને કોરોનાને લાગતા સરકારી નિયમોનું પાલન કરતા-કરતા જ નવરાત્રિની ઉજવણી કરે.