’સૂરજ પર મંગલ ભારી’માં મનોજ વાઈપેઈ બન્યો દિલજીત-ફાતિમા સનાના પ્રેમમાં વિલન

39

બોલિવૂડ ફિલ્મ ’સૂરજ પર મંગલ ભારી’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૩ નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને અભિષેક શર્માએ ડિરેક્ટ કરી છે અને ઝી સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કરી છે. કોમેડી ફિલ્મ ’સૂરજ પર મંગલ ભારી’માં મનોજ વાજપેઈએ મંગલ રાણાનું પાત્ર ભજવ્યું છે અને તે ડિટેક્ટિવ છે. તે છોકરી પક્ષ તરફથી વરરાજાની જાસૂસી કરીને છોકરો કેવો છે તેનો રિપોર્ટ આપે છે.

દિલજીત દોસાંજેએ સૂરજ સિંહનું પાત્ર ભજવ્યું છે. તે લગ્ન માટે ઉત્સુક છે પરંતુ તેની હરકતોને કારણે તેના લગ્ન થતા નથી. તેના પિતાને ડેરી બિઝનેસ છે. સૂરજસિંહ હવે મંગલ રાણાની બહેન ફાતિમાના પ્રેમમાં પડે છે. હવે ફાતિમા તથા દિલજીતના રોમાન્સમાં મનોજ વાજપેઈ વિલન બને છે. આ ફિલ્મમાં ૧૯૯૫ના મુંબઈની વાત કરવામાં આવી છે. ડિરેક્ટર અભિષેક શર્માએ કહૃાું હતું, ’આ ફિલ્મ ૯૦ના દાયકા પર આધારિત છે. ફિલ્મમાં મનોજસરે વેડિંગ ડિટેક્ટિવનું પાત્ર ભજવ્યું છે. તે સમયે આ બધું ચાલતું હતું.

ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જીની ફિલ્મ જેવી જ આ ફિલ્મ છે. આ એકદમ ફેમિલી કોમેડી છે અને ફિલ્મમાં સોશિયલ સટાયર કરવામાં આવ્યું છે. ફિલ્મ પૂરા પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી છે. ફિલ્મમાં આ ત્રણ લીડ એક્ટર્સ ઉપરાંત આુ કપૂર, મનોજ પાહવા, સીમા પાહવા, સુપ્રિયા પિલગાવકર, નેહા પેન્ડસે, મનુજ શર્મા, નિરજ સૂદ, અભિષેક બેનર્જી, વિજય રાઝ, કરિશ્મા તન્ના જેવા કલાકારો છે.