રાહુલ ગાંધીના ચીનને ૧૫ મિનિટમાં ભગાડી દેત નિવેદન પર અમિત શાહે બોલતી બંધ કરી દીધી

33

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહૃાું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એ ૧૯૬૨માં આપવામાં આવેલી તેમની સલાહ સાંભળવી જોઇએ. તે સમયે ભારત અને ચીન વચ્ચે યુદ્ધના કારણે ભારતને પોતાની ઘણા હેકટર જમીન ગુમાવી પડી હતી. આમ, અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદૃન પર પલટવાર કર્યો. હરિયાણામાં ૭ ઓક્ટોબરના રોજ કૃષિ કાયદૃાના વિરોધ પ્રદર્શ દરમ્યાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત અને ચીન સરહદ વિવાદ પર ચાલી રહેલા તણાવને લઇને ટિપ્પણી કરી હતી. એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતાં અમિત શાહે કહૃાું કે, ૧૫ મિનિટની અંદર ચીનને બહાર નીકાળવાની ફોર્મ્યુલાને વર્ષ ૧૯૬૨માં લાગુ કરી શકાઇ હોત. જો તે સમય આમ કરવામાં આવ્યું હોત આપણે કેટલાંય હેકટર જમીન ગુમાવી ના પડી હોત. તત્કાલીન વડાપ્રધાને આકાશવાણી પર ‘બાય બાય આસામ સુદ્ધાં કહી દૃીધું હતું.

હવે કોંગ્રેસ અમને આ મુદ્દા પર કેવી રીતે શિક્ષણ આપી શકે છે? જ્યારે તમારા પરનાના સત્તામાં હતા, ત્યારે આપણે ચીનની સરકારના હાથે આપણા ક્ષેત્રને ગુમાવી રહૃાાં હતા. બિહાર રેજીમેંટના જવાનોએ ૧૫-૧૬ જૂન દરમ્યાન રાત્રે ગલવાન ઘાટીમાં ચીનને ઘુસણખોરી કરતા રોકયા હતા, તેને લઇને અમિત શાહે કહૃાું, મને ૧૬ બિહાર રેજિમેંટના સૈનિકો પર ગર્વ છે. કમ સે કમ અમારા કાર્યકાળ દરમ્યાન અમે મેદૃાનમાં દટાયેલા રહૃાા અને અમે સંઘર્ષ કર્યો. આ સૈનિકોએ વિપરિત મોસમની સ્થિતિનો સામનો કર્યો અને આપણા દૃેશની રક્ષા કરી. ઉલ્લેખનીય છે આ દૃરમ્યાન થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા.

અમિત શાહે એમ પણ કહૃાું કે ભારતને આશા છે કે કૂટનીતિક ચર્ચના માધ્યમથી બંને દૃેશો વચ્ચે તણાવ સૌહાર્દૃપૂર્ણ સમાધાન નીકળી શકે છે. ઉલ્લેખનીય છે ૭ ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીએ કહૃાું કે જો અમે સત્તા પર હોત તો ચીન આપણા વિસ્તારમાં પગ મૂકવાની િંહમત ન કરી શકત. નરેન્દ્ર મોદી કહે છે કે ભારતની જમીન પર કોઇએ કબ્જો કર્યો નથી. જો અમારી સરકાર હોત તો ચીનની સેનાને ખદેડીને બહાર ફેંકી દેત. જો કે હવે એ જોઇ રહૃાો છું કે આ કામ મોદી સરકાર ક્યારે કરે છે પરંતુ જ્યારે અમારી સરકાર આવશે તો દેશની સેના ૧૫ મિનિટમાં ચીનના સૈનિકોને બહાર ખદેડી દેશે.