વોટ્સએપ ગ્રૂપ પર અશ્ર્લીલ મેસેજ જતા ડેપ્યુટી સીએમએ કરી વાહિયાત દલીલ, ફરિયાદ

36

ગોવાના ડેપ્યુટી સીએમ ચંદ્રકાંત કવલેકર વિવાદમાં ફસાઇ ગયા છે. ડેપ્યુટી સીએમના મોબાઇલ ફોનમાંથી વોટ્સએપ ગ્રૂપ પર અશ્ર્લીલ મેસેજ મોકલ્યાના સમાચારથી હડકંપ મચી ગયો છે. હવે ડેપ્યુટી સીએમે વાહિયાત દાવો કરતાં કહૃાું કે પોલીસની પાસે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ફોન હેક થઇ ગયો હતો. તેમણે કહૃાું કે જે સમયે ફોનમાંથી મેસેજ મોકલવામાં આવ્યો હતો ત્યારે તેઓ સૂતા હતા. આની પહેલાં ગોવામાં ભાજપની સહયોગી રહેલ ગોવા ફોરવર્ડ પાર્ટીએ પોલીસમાં વરિષ્ઠ મંત્રીના વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ મૂકયો હતો.

ડેપ્યુટી સીએમ એ દાવો કર્યો કે જે સમયે તેમના મોબાઇલમાંથી મેસેજ મોકલવાની વાત કહી રહૃાા છે તે સમયે તેઓ સૂતા હતા અને ફોન તેમની પાસે નહોતો. તેમણે ગોવા પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતા કહૃાું કે તેમનો ફોન હેક થઇ ગયો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્ર્લીલ સામગ્રી મોકલવામાં ઉપયોગ કરાયો. કવલેકરે કહૃાું કે ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે કથિત મેસેજને એ કેટલાંય વોટ્સએપ ગ્રૂપમાંથી માત્ર એક પર જ મોકલાયો હતો જેમાં હું એડ હતો.

તેમણે કહૃાું કે વીડિયો કેટલાંક ગુનાહિત ઇરાદાની સાથે જાણીજોઇને મારા નામની સાથે જોડી રહૃાા હતા. અશ્ર્લીલ મેસેજ વિલેજીસ ઓફ ગોવા નામના વોટ્સએપ ગ્રૂપમાં મોકલાયો હતો. જીએફપીની મહિલા વિંગ એ કહૃાું કે તેને યૌન ઉત્પીડન મનાશે. કારણ કે ગ્રૂપમાં કેટલીય મહિલાઓ, કાર્યકર્તા, અને સરકારી અધિકારી જોડાયેલા છે. ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે આઇટી એકટની કલમ ૬૭ અને ૬૭ એની સાથે આઈપીસીની કલમ ૩૫૪ એની અંતર્ગત કેસ નોંધાવાની માંગણી કરી.