ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બહુચર્ચિત શેખ બાબુની હત્યાનો મામલો વધુ ગરમાયો

38

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બહુચર્ચિત શેખ બાબુની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. ગાંધીનગર અને વડોદરા સીઆઈડી ક્રાઈમની ટીમની તપાસ છાણી કેનાલ સુધી પહોંચી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલ ખાલી કરાવી રહી છે. સીઆઈડી શેખ બાબુના મૃતદૃેહને કેનાલમાં શોધી રહી છે. શેખ બાબુની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાની માહિતી ટીમને મળી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ સહિત ૬ પોલીસકર્મીઓ બાબુ શેખની હત્યામાં સામેલ છે. વડોદરામાં સીઆઈડી ક્રાઈમની તપાસનો મામલામાં શેખ બાબુની લાશ છાણી કેનાલમાં શોધી રહી છે. સીઆઈડી ક્રાઈમના એસપી ગિરીશ પંડ્યા છાણી કેનાલ પહોંચ્યા હતા. આ વિશે સીઆઈડી ક્રાઈમના એસપી ગિરીશ પંડ્યાએ કહૃાું કે, છાણીની નર્મદા કેનાલમાં ૯ કિલોમીટર સુધી તપાસ કરાશે.

તબક્કાવાર તપાસ કરાશે. જોકે, સીઆઈડીની ટીમને હજી સુધી લાશનો પત્તો નથી લાગ્યો. બાબુની હત્યા મામલે ગત તા ૬ જૂલાઇના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ૬ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી હતી. તેવામાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સફેદ રંગની કાર હાથે લાગી હતી. પરંતુ શેખ બાબુના હત્યારાઓ સુધી પહોંચી વળવા પોલીસના હાથ ટુંકા પડી રહૃાાં હતા. જેથી આખરે આ સમગ્ર મામલો સીઆઇડી ક્રાઇમ પાસે પહોંચ્યો હતો. વડોદૃરા શહેરના બહુ ચર્ચિત શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇડી ક્રાઇમને સોંપાયાના ગણતરીના દિવસોમાં તમામ ગુનેગોરીએ શરણાગતિ સ્વીકારી હાજર થયા હતા.

આ કેસમાં ૬ આરોપી પોલીસકર્મીઓ હાલ જેલમાં બંધ છે. જોકે, બાબુ શેખની હત્યા કરાયેલી લાશ ક્યાં ફેકાઈ છે તે હજી તેઓએ કોઈ માહિતી આપી નથી. સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલમાં શેખ બાબુની લાશની શોધખોળ કરી રહી છે. સીઆઈડી ક્રાઇમે વડોદરા ફાયરબ્રિગેડની ટીમને આ કામ માટે સાથે રાખી છે. સૌથી પહેલા તો કેનાલ ખાલી કરાવાઈ છે. તેના બાદ કેનાલમાં જેસીબી મશીન અને જરૂરી સાધનો વડે શેખ બાબુનો મૃતદૃેહ શોધવાની દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે.