સીએમ ઉદ્ધવ સાથે ચિઠ્ઠી વિવાદમાં વધી કોશ્યારીની મુશ્કેલીઓ, કૉર્ટે ફટકારી નોટિસ

37

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાને લઇને થયેલા ચિઠ્ઠી વિવાદમાં ઘેરાયેલા રાજ્યપાલ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારીની સામે નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની વિરુદ્ધ કૉર્ટના તિરસ્કારની નોટિસ જાહેર કરવામાં આવી છે. મંગળવારના ઉત્તરાખંડ હાઈકોર્ટે આ નોટિસ જાહેર કરીને કોશ્યારીને ૪ અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા કહૃાું છે.

શરદ કુમાર શર્માની બેંચે બિન સરકારી સંગઠનની અરજી પર સુનાવણી કરતા આ નોટિસ જાહેર કરી છે. ગત અઠવાડિયે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખીને રાજ્યમાં કોરોનાના કારણે બંધ પડેલા ધાર્મિક સ્થળોને ખોલવાની અપીલ કરી હતી. રાજ્યપાલે કટાક્ષ કરતા પૂછ્યું કે શું ઉદ્ધવ ઠાકરેને ઈશ્ર્વર તરફથી કોઈ ચેતવણી મળી છે કે ધર્મસ્થળો ફરી ખોલવાને ટાળતા રહે અથવા તે સેક્યુલર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ચિઠ્ઠી પર ઘણી જ બબાલ થઈ હતી. રાજ્યપાલે પોતાની ચિઠ્ઠીમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના હિન્દુત્વ પર પણ પ્રહાર કર્યો હતો.

ત્યારબાદ એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદીને પણ ચિઠ્ઠી લખી હતી. આમાં શરદ પવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાન સાધતા કહૃાું હતુ કે, કોઈ આત્મસન્માનવાળો વ્યક્તિ હોત તો પદ પર ના રહૃાો હોત. રૂરલ લિટિગેશન એન્ડ એન્ટાઇટેલમેન્ટ કેન્દ્રએ કેસમાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા અલદાતે ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રીઓથી સરકાર આવાસ તથા અન્ય સુવિધાઓની અવેજીમાં બાકીનું ભાડું ૬ મહિનાની અંદર જમા કરાવી દેવાનો આદેશ આપ્યો હતો. કોશ્યારીએ કૉર્ટના આદેશ પ્રમાણે પોતાનું બાકીનું ભાડું જમા નથી કરાવ્યું, જેના કારણે મંગળવારના કૉર્ટે તેમની વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે.