બોટાદના નાના છૈડા ગામેથી ગાંજાનું વાવેતર કરનારો શખ્સ ઝડપાયો

38

નાના છૈડા ગામેથી એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરનારા શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે. એસઓજી શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નાના છૈડા ગામે રહેતા હકા ધરજીયાએ ગામની સીમમાં પોતાના ઘરે રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગાંજાના લીલા છોડનુ વાવેતર કરી છોડ ઉગાડી ઉત્પાદન કર્યું છે.

પોલીસે બાતમીને આધારે રેઇડ કરી આરોપીને ઝડપ્યો જે બાતમી હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએ આરોપી હકા ધરજીયા પાસેથી ગાંજાના લીલા છોડ નંગ-૧૦, કુલ વજન ૪.૨૯૨ કિલોગ્રામ, જેની કિંમત રૂપિયા ૨૧,૪૬૦ તેમજ એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી આવતા ૨ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.