થિયેટરો ખુલતાની સાથે જ પીવીઆરએ મફતમાં ટિકીટની જાહેરાત કરી

46

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે દેશભરમાં લગભગ ૬ મહિના પહેલા જ સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા હતાં. હવે તે આજે ગુરૂવારે એટલે કે ૧૫ ઓક્ટોબરથી ફરી એકવાર ખુલવા જઈ રહૃાાં છે. જોકે તેના માટે સિનેમા હોલના માલિકો અને દર્શકોએ ખાસ સાવચેતી રાખવાની રહેશે. પીવીઆરએ મફતમાં ટિકીટની જાહેરાત કરી છે. પીવીઆર સિનેમાએ આજથી આવનારા લોકોના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે. પીવીઆરએ કેટલાક ખાસ લોકોને મફતમાં ટિકીટ આપવાની જાહેરાત કરી છે.

સાથે જ દર્શકો માટે ખાવ-પિવાની વસ્તુઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતી કાલથી દેશભરમાં થિયેટરો ફરી ધમધમતા થઈ જશે. થિયેટરોમાં જવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે. સિનેમા હોલ ખુલતાની સાથે જ પીવીઆર પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે મફતમાં ફિલ્મના શોનું આયોજન કરવા જઈ રહૃાું છે. તેવી જ રીતે વીકેંડ એટલે કે સપ્તાહ કોરોના વોરિયર્સના નામે રાખવામાં આવશે. એટલે કે પીવીઆર કોરોના વોરિયર્સને પણ વીકેન્ડમાં મફતમાં ફિલ્મોના શો દૃેખાડશે.

પીવીઆરએ કોરોના કાળ બાદ પહેલીવાર થિયેટરો ખુલવાની સાથો સાથ સુરક્ષાની પણ તમામ વ્યવસ્થા કરી છે. આમ આવતી કાલથી લોકો માટે સિનેમા ઘરોનો અનુભવ જ બદૃલાઈ જશે. હવે સિનેમા ઘરોમાં ડિજીટલ ટિકીટ બુકિંગ પર ભાર આપવામાં આવી રહૃાો છે. એથી બોક્સ ઓફિસ પર હવે માત્ર એક જ ટિકીટ કાઉંટર ખોલવામાં આવશે. જ્યારે સુરક્ષા માટે જો કોઈ પીપીઈ કીટ ખરીદવા માંગે તો તે પણ કાઉન્ટર પર ઉપલબ્ધ હશે. અહીંથી માત્ર ૩૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાના ભાવે જ પીપીઈ ટિકીટ ખરીદી શકાશે.