અબડાસા બેઠક: ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિજયમૂહૂર્તમાં ઉમેદવારી નોંધાવી

42

અબડાસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. રાજયસભાની ચુંટણી સમયે કોંગ્રેસ છોડી ભાજપ જોડાયેલ પ્રદ્યુમન સિંહ જાડેજા ભાજપે ટિકિટ આપી છે. અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા નલિયા ખાતે વિજય મૂહર્તમાં ઉમેદવારી પત્રક ભરી જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.

અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા આજે ઉમેદવારી નોધાવી છે. નલિયા ખાતે આયોજીત વિજય સંમેલનમાં અબડાસા બેઠકના પ્રભારી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા રાજય સરકારના મંત્રી વાસણ આહીર અને દિલીપ ઠાકોર તેમજ ભાજપ ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત રહૃાા હતા. નલિયા ખાતે આયોજીત સંમેલનમાં મોટી સખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા. જેના કારણે કોરોના ગાઈડલાઈનનાં ધજાગરા ઉડ્યા હતા. સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમોનો ભંગ જોવા મળ્યો હતો. નલિયા પ્રાંત કચેરી ખાતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા પોતાના બે ટેકેદાર સાથે ઉમેદવારી ફોર્મ ભરી જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

અબડાસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર ચહેરો ડો. શાંતિલાલ સેંધાણીને ટિકિટ આપી છે. અબડાસા બેઠક ભાજપ ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા સામે અનેક પડકાર છે. પ્રદ્યુમન સિંહ જાડેજાની છબી પક્ષ પલટુ તરીકે છે. પ્રદ્યુમન સિંહ જાડેજા અગાઉ ભાજપમાં હતા બાદમાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા અને ફરીવાર તેઓ ભાજપમાં જોડાયા છે. માટે તેમની છબી લોકોમાં પક્ષ પલટુ તરીકેની છે.