કામરેજના કઠોદરામાં જુગાર રમી રહેલ પાંચ શકુનીઓ ઝડપાયા

29

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે આવેલ શુકનવેલી રેસીડન્સીમાં એક મકાનમાં જુગાર રમી રહેલ પાંચ શકુનીઓને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે દૃાવ પરના તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ૧.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર કામરેજ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે કઠોદરા ગામે આવેલ શુકનવેલી રેસીડન્સીમાં લેટ નંબર-૫૦૩માં વાસુભાઈ વીરજીભાઈ ઇટાલીયાના મકાનમાં કેટલાક શખ્સો તીન પત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહૃાા છે. જે હકીકતના આધારે કામરેજ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી અને જુગાર રમી રહેલ મુકેશભાઇ કાનજીભાઈ કુવાડીયા (રહે, પનવેલ પેલેસ, મોટા વરાછા, સુરત શહેર), ઘનશ્યામભાઈ કરસનભાઈ ભાલાણી (રહે, મહાવીર સોસાયટી, વરાછા સુરત), અશોકભાઇ વીરજીભાઇ આકોલિયા (રહે, મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક, સુરત), વિજયભાઇ દાનજીભાઈ વામજા (રહે, યમુનાપેલેસ, મોટા વરાછા, સુરત), ધીરુભાઈ જીવાભાઇ કથીરીયા (રહે, વાસ્તુશાસ્ત્ર સોસાયટી, મોટા વરાછામ સુરત) ને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી દાવપરના તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી પોલીસે કુલ ૧.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.