વિયતનામમાં તોફાને ભયંકર તબાહી મચાવી, ૩૫થી વધુના મોત

વિયતનામમાં આવેલા તોફાને ભયંકર તબાહી મચાવતા ૩૫થી વધારે લોકોનો ભોગ લઇ લીધો છે. ઓ વિયતનામ સરકારના નિવેદન મુજબ વિતેલા ૨૦ વર્ષમાં આ સૌથી ભયાનક તોફાન હતું જેમાં અનેક સ્થળો નષ્ટ થઇ ગયા છે અને ભૂસ્ખલન, હોડીઓ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની હતી.

વિયતનામ સરકારી મીડિયા મુજબ તોફાનની ઝપેટમાં આવીને ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા જ્યારે ૫૦થી વધુ ગુમ થયા હતા. તોફાનમાં મરનારાઓમાં ૧૨ માછીમારો સામેલ છે, તોફાનમાં તેઓની હોડી ડૂબી ગઇ હતી. આ સિવાય ૧૪ અન્ય માછીમારો ગુમ છે. જોકે સરકારી પ્રશાસન એમ પણ સ્પષ્ટતા આપી ચૂક્યુ હતું કે મૃત્યુઆંક વિશે ચોક્કસપણ જણાવી શકાય એમ નથી. તે વધી પણ શકે છે.

વિયતનામના મધ્યભાગમાં તોફાને ભારે તબાહી મચાવી હતી જેથી અહીં ભૂસ્ખલનના કારમે ૧૯થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. રાહત કાર્ય કરી રહેલી ટીમ મુજબ ૪૦થી વધારે લોકો કીચડમાં દટાયા હોવાની આશંકા છે. અહીં બુલડોઝર્સની મદદથી કાદવ હટાવી લોકોને બહાર કાઢવામાં આવી રહૃાા છે.