પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

દક્ષિણી કશ્મીરના પુલવામાં જિલ્લાના પંપોર સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. બે આતંકીઓ હજી પણ છુપાયેલા છે. આ અથડામણમાં બે નાગરિકો પણ ઘાયલ થયા છે. જો કે હજી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણ શરૂ છે. લાલપોરામાં ગુરૂવારના રોજ મોડી સાંજે સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ શરૂ થઇ.

સુરક્ષાદળોએ આતંકીઓની હાજરીની સૂચના પર સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન ચલાવ્યું. એ દરમ્યાન ઘેરો સખ્ત થતો જોઇ મકાનમાં છુપાયેલા આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહી સાથે અથડામણ શરૂ થઇ ગઇ. એવામાં ક્રોસ ફાયિંરગમાં ગોળી વાગવાથી ત્યાંના બે સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયા છે. જેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. આ સાથે જ અથડામણમાં એક આતંકી પણ ઠાર કરી દેવાયો છે. જ્યારે બે આતંકીઓ હજી છુપાયા હોવાની શક્યતા છે.