ઇન્દોરમાં કોમ્પ્યૂટર બાબાના આશ્રમ પર બુલડોઝર ફર્યું, જેલ મોકલાયા

મધ્ય પ્રદેશમાં એક સમયે કેબિનેટ મંત્રીનો દરજ્જો મેળવનારા અને કૉંગ્રેસ પાર્ટીના નિકટતમ રહેલા કોમ્યૂટર બાબા મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે. ઈન્દૃોરમાં પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ કોમ્પ્યૂટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગીને પોલીસે કસ્ટડીમાં લઈને સેન્ટ્રલ જેલ મોકલી આપ્યા છે.

પ્રશાસનની આ કાર્યવાહી હેઠળ કોમ્પ્યૂટર બાબા સહિત ૭ લોકોને જેલ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્દૃોરમાં સ્થિત તેમના આશ્રમને પણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોમ્પ્યૂટર બાબાની વિરુદ્ધ આ કાર્યવાહી પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહએ વિરોધ વ્યક્ત કર્યો છે.

મામલાને લઈ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ ટ્વીટ કરતાં કહૃાું કે, ઈન્દૃોરમાં બદલાની ભાવનાથી કોમ્પ્યૂટર બાબાના આશ્રમ તથા મંદિરને કોઈ નોટિસ આપ્યા વગર તોડવામાં આવી રહૃાા છે. આ રાજકીય પ્રતિશોધની ચરમ શીમા છે. હું તેની નિંદા કરું છું.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૮ સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કોમ્પ્યૂટર બાબાને કૉંગ્રેસે પાર્ટીના સ્ટાર પ્રચારકનો દરજ્જો આપ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાના નામદેવ દાસ ત્યાગીએ વિભિન્ન વિધાનસભા સીટો પર જ્યોતિરાદિત્ય સિંધિયાની વિરુદ્ધ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વોટ માંગ્યા હતા.

કૉંગ્રેસ પાર્ટીના નિકટતમ રહેલા કોમ્પ્યૂટર બાબા પોતાના નિવેદનોને કારણે અનેકવાર ચર્ચામાં રહે છે. મધ્ય પ્રદેશમાં ૧૫ વર્ષ બાદ સત્તામાં પરત ફરેલી કૉંગ્રેસ સરકાર થી સિંધિયા સમર્થક ધારાસભ્યોના રાજીનામા બાદ પણ કોમ્પ્યૂટર બાબાના નિવેદનો ચર્ચામાં રહૃાા હતા. હાલ હવે એ જોવાનું છે કે બાબાના આશ્રમ પર સરકારે બુલડોઝર ફેરવ્યું છે તો આ સ્થિતિ સામનો તેઓ કેવી રીતે કરે છે.