શોપિયા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કશ્મીરના શોપિયાંમાં આજે મંગળવારે સવારે સિક્યોરિટી દૃળો સાથેની અથડામણમાં બે આતંકવાદૃી ઠાર થયા હતા. તેમની પાસેથી એ કે ૪૭ અને પિસ્તોલ સિક્યોરિટીએ કબજે કર્યા હતા.સિક્યોરિટી દૃળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શોપિયાંના મલહોરા વિસ્તારમાં આતંકવાદૃીઓ છૂપાયા હોવાની મળેલી બાતમી પરથી અમે મલહોરા પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આતંકવાદી છૂપાયા હતા એ વિસ્તારમાં સિક્યોરિટી દળો પહોંચતાંજ પેલા લોકોએ ગોળીબાર શરૂ કરી દીધા હતા.

સિક્યોરિટીએ વળતો ગોળીબાર શરૂ કરવો પડ્યો હતો. સામસામા ગોળીબાર ચાલુ હતા ત્યારે આતંકવાદીઓએ આ વિસ્તારમાંથી સરકી જવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સિક્યોરિટી દળોએ આ બંનેને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને ગોળીબાર ચાલુ રાખ્યા હતા. આખરે બંને ઠાર થયા હતા અને સિક્યોરિટીએ તેમની પાસેથી એ કે ૪૭ અને પિસ્તોલ કબજે કર્યા હતા. દરમિયાન, સોમવારે કશ્મીરના દક્ષિણ તરફના વિસ્તાર અનંતનાગમાં આતંકવાદીઓ એક પોલીસ ઇન્સ્પેક્ટરને ગોળી મારી દૃીધી હતી.

આ ઇન્સ્પેક્ટર મુહમ્મદ અશરફ ભટ ચાંદપોરા કનેલવાં વિસ્તારના રહેવાસી હતા. તેમને ઘર પાસે જ ગોળી મારવામાં આવી હતી. ભટને તરત હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. અનંતનાગના ડીપીએલ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજયકુમાર અને અન્ય પોલીસ અધિકારીઓએ શહીદૃ ઇન્સ્પેક્ટરને પુષ્પચક્ર અર્પણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW