યુરોપમાં કોરોના મહામારી વકરી, ઘણા દેશો લોકડાઉન તરફ વધ્યા

વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક સ્તરે ૧ લાખથી વધુ કેસ સામે આવી રહૃાા છે: ડબલ્યુએચઓ

દૃુનિયાભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે તેનું ભયાનક રુપ બતાવી રહી છે. જે આખી દૃુનિયા માટે ભારે ચિંતા ઉભી કરશે, કારણ કે કોરોના મહામારી સામે હથિયાર મૂકી દીધેલા યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ શરુ થઇ હોવાના સંકેત મળ્યા છે. જે પહેલા કરતા પણ ભયાનક હોવાની આશંકા છે. આ જ કારણથી યુરોપના કેટલાક દેશોમાં લોકડાઉન લાગૂ કરાયુ છે અને ફ્રાન્સમાં કરફયુની સ્થિતિ ઉભી થઇ છે. જોકે લોકડાઉન બાદ ભારત હવે અનલોક થઇ રહૃાુ છે, પરંતુ અહીં પણ દૈનિક સ્તરે સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો છે.

કોરોના મહામારી ફેલાવાનો ક્રમ જોઇએ તો ચીન પછી સંક્રમણની શરુઆત યુરોપમાં જોવા મળી હતી, પરંતુ એ પછી અમેરિકામાં તબાહી મચાવી એશિયામાં દાખલ થયું. યુરોપના ફ્રાન્સ, ઇટાલી, જર્મની વધુ સંક્રમિત દેશોમાં સામેલ છે. આ દેશોએ કોરોના કાળના પ્રતિબંધો હચાવી દીધા હતા અને અનલોકમાં સામાન્ય જીવનની નવી શરુઆત કરી હતી. પરંતુ વિતેલા ૧૦ દિવસમાં આ દેશોમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલો ઉછાળો ચિંતાનો વિષય બની ગયો છે.
ફ્રાન્સમાં રાત્રિના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું કરફયુ લાગૂ કરતા દેશમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી છે. જર્મની પણ આજ સ્થિતિનો સામનો કરી રહૃાુ છે. આ સિવાયે ઇંગ્લેન્ડ, ચેક રિપબ્લિક અને અન્ય દેશોમાં કેસોમાં વધારો નોંધાયો છે. ડબલ્યુએચઓ મુજબ વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક એક લાખ સંક્રમણના કેસ સામે આવી રહૃાા છે.

બીજી તરફ અનલોક થઇ રહેલા ભારતમાં સરકારી આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ સુધારા પર છે, કેસો વધી રહૃાા છે પરંતુ રિકવરી રેટમાં ઘણો સુધારો છે.