મારા શાસનકાળમાં લશ્કરી વડાએ કારગિલ પર હુમલો કર્યો હોત તો રાજીનામું માંગી લીધું હોત

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો દાવો કર્યો
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એવો દૃાવો કર્યો હતો કે મારા શાસનકાળ દૃરમિયાન કોઇ લશ્કરીએ વડા કારગિલ પર હુમલો કર્યો હોત તો મેં એમનું રાજીનામું માગી લીધું હોત.

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાન બોલી રહૃાા હતા. તેમણે એવી બડાઇ મારી હતી કે પાકિસ્તાનના લશ્કરી વડા કે આઇએસઆઇના વડા પણ મારી પાસે રાજીનામું માગી શકે નહીં. એવી વાત કરનારનું રાજીનામું હું માગી લઉં.

જો કે આજકાલ પાકિસ્તાનમાં એવી અફવા જોરદૃાર છે કે ગમે તે ઘડીએ પાકિસ્તાની લશ્કર ઇમરાનનો ઘડો લાડવો કરી નાખશે.
પાકિસ્તાનની કોર્ટે જેમને ભાગેડુ જાહેર કર્યા છે એવા ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાની લશ્કર પર કબજો જમાવવા માગતા હતા એટલે લશ્કર સાથેના તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. મારા તો લશ્કર સાથેના સંબંધો સુમેળભર્યા છે.

આઇએસઆઇના ભૂતપૂર્વ વડા ઝહીરુલ ઇસ્લામે વચ્ચે એવો દૃાવો કર્યો હતો કે મેં નવાઝ શરીફ પાસે રાજીનામું માગી લીઘું હતું. આ વિશે પૂછતાં ઇમરાન ખાને કહૃાું કે એક આઇએસઆઇ ચીફ વડા પ્રધાનને આવું કહેવાની હિંમત કરી શકે ખરા. મને આવું કોઇ કહે તો હું સામેથી એનું રાજીનામું માગી લઉં. હું લોકશાહી ઢબે ચૂંટાયેલો વડો પ્રધાન છું. મને કોઇએ વડો પ્રધાન બનાવ્યો નથી, મારી પાસે રાજીનામું માગવાની હિંમત કોણ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.