મારા પુત્રએ ૧૫ મિનિટમાં જ કોરોનાને માત આપી: ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં દાવો કર્યો કે, તેઓનાં પુત્ર બેરેને માત્ર ૧૫ મિનિટમાં જ કોરોના વાયરસને માત આપી દીધી હતી. પેંસિલવેનિયાના માટિન્સબર્ગની એક રેલી દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને દાવો કરતાં કહૃાું કે, તેઓનો પુત્ર ૧૫ મિનિટમાં કોવિડ-૧૯ જેવા ખતરનાક વાયરસથી મુક્ત થઈ ગયો હતો.

ટ્રમ્પે રેલીમાં પોતાના પુત્રની મજબૂત રોગપ્રતિકારક ક્ષમતા અંગે જણાવ્યું હતું. ટ્રમ્પે કહૃાું કે, ડોક્ટરે બેરન કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. પણ ૧૫ મિનિટ બાદ જ ફરીથી તેની તબિયત અંગે પુછતાં ડોક્ટરે કહૃાું કે, બેરનનો વાયરસ જતો રહૃાો છે. ટ્રમ્પે કહૃાું કે, આ અમારા માટે હેરાન કરનારી પરિસ્થિતિ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સ્કૂલ ખોલવા પર વિચાર કરી રહૃાા છે. પણ મોટાભાગના રાજ્ય ટ્રમ્પના આ નિર્ણયનું સમર્થન કરી રહૃાા નથી. ટ્રમ્પે ચૂંટણી રેલીમાં પોતાના પુત્ર અંગે એટલાં માટે વાત કરી કે જેથી લોકો સુધી એ સંદેશ જાય કે ફરીથી સ્કૂલો ખોલવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ટ્રમ્પે પુત્રની વાત કરતાં રેલીમાં કહૃાું કે, હવે ફરીથી સ્કૂલો ખોલી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે કહૃાું કે છે કે અમેરિકામાં ૭ લાખ ૯૨ હજાર બાળકો કોરોનાથી સંક્રમિત છે. ૨૨ ઓક્ટોબર સુધી એક સર્વેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, અમેરિકામાં કોરોનાનાં કુલ કેસોમાંથી ૧૧ ટકા કેસો માત્ર બાળકોનાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW