બ્રાવો ઈજાગ્રસ્ત થતા જાડેજાને છેલ્લી ઓવરમાં બોલિંગ કરાવી પડી: ધોની

આઈપીએલની ૧૩ મી સીઝનમાં ૩૪ મી મેચ જે દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે યોજાઇ હતી જેમાં દિલ્હી કેપિટલ્સે શિખર ધવનના ૫૮ બોલમાં અણનમ ૧૦૧ રનના સહારે ચેન્નાઈ સુપર કિંગ્સને ૫ વિકેટથી હારનો સ્વાદ ચખાડ્યો હતો. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રિંસહ ધોનીએ મેચ બાદ કહૃાું કે, ડ્વેન બ્રાવો ઈજાના કારણે મેદાનની બહાર નીકળી ગયો હતો, આ કારણે રવિન્દ્ર જાડેજાને છેલ્લી ઓવરમાં બોલિંગ કરવી પડી હતી. ધોનીએ કહૃાું, બ્રાવો ફિટ ન હતો, તે મેદાન બહાર ગયો અને ફરીથી પાછો આવ્યો ન હતો. મારી પાસે જાડેજા અથવા કર્ણ શર્મા સાથે બોલિંગ કરવાનો વિકલ્પ હતો. મે જાડેજાને પસંદ કર્યો. ધોનીએ કહૃાું, શિખરની વિકેટ ઘણી મહત્વની હતી, પરંતુ અમે તેનો કેચ ઘણી વાર છોડી દીધો હતો.

તેણે સતત બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ પણ સારો હતો. બીજી ઇનિંગ્સમાં વિકેટ પણ થોડી સરળ હતી. છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે ૧૭ રનની જરૂર હતી. પ્રથમ બોલ વાઇડ હતો, ત્યારબાદ અક્ષર પટેલે જાડેજાના બીજા અને ત્રીજા બોલ પર સતત સિક્સર ફટકારી ચોથા બોલ પર બે રન બનાવ્યા અને એક બોલ બાકી રહૃાો, દિલ્હીને બીજા છગ્ગા સાથે વિજય અપાવ્યો. ધોનીએ કહૃાું કે પિચની સરળતાને કારણે પરિસ્થિતિ તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી. તેણે કહૃાું, પહેલા બેટિંગ કરનારી ટીમે ૧૦ રન ઓછા બનાવ્યા, જ્યારે બાદમાં બેટિંગ કરનારી ટીમે વધુ ૧૦ રન બનાવ્યા હતા.

ધવને ત્રણ જીવન દાનનો લાભ લઈ સદી ફટકારી હતી. તેણે જાડેજાની બોલ સાતમી ઓવરમાં પ્રથમ જીવતદાન મેળવ્યું, જ્યારે દિપક ચહરે કેચ છોડ્યો. આ પછી, જ્યારે તે ૧૦ મી ઓવરમાં ૫૦ રન પર બેટિંગ કરી રહૃાો હતો, ત્યારે ધોનીએ બ્રાવોના બોલ પર પોતાનો મુશ્કેલ કેચ છોડી દીધો હતો. તેમના માટે ત્રીજું જીવતદાન અંબાતી રાયડુએ શાર્દૃુલ ઠાકુરની ૧૬ મી ઓવરમાં કેચ છોડી દીધો હતો. આ સમયે, તે ૮૦ રનમાં રમી રહૃાો હતો. તેણે કહૃાું, ‘હું ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો અને નર્વસ હતો. મને ખબર હતી કે જો ધવન અંત સુધી ક્રિઝ પર રહેશે તો આપણે જીતી જઈશું. તેણે છેલ્લી ઓવરમાં ત્રણ રન બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW