બેંગલુરુમાં મજૂરે રસ્તા પર જતા સાત લોકો પર ચપ્પુથી હુમલો કર્યો: ૧નું મોત

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રવિવારે ૩૦ વર્ષીય મજૂરે એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી અને અન્ય ૬ લોકોને ઇજાગ્રસ્ત કર્યા. પોલીસે જણાવ્યું કે આરોપી ગણેશે સવારે ૮:૩૦ વાગે અંજનપ્પા ગાર્ડનમાં વિનાયક થિયેટરની પાસે સ્થિત એક મટન શોપ પર ગયો. ત્યારથી ચાકુ ચોરીને તે ભાગી ગયો. તે પછી રસ્તા પરથી પસાર થતા તમામ લોકોને પર તેણે ચાકુથી પ્રહાર કહૃાા. જેમાંથી એક ઇજાગ્રસ્ત મજૂરની હોસ્પિટલમાં મોત થઇ ગઇ. બાકી અન્યને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકની ઓળખ ૩૦ વર્ષીય ગણેશ તરીકે થઇ છે. જે રોજીંદી મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતો. તેણે જે લોકો પર હુમલો કર્યો છે તેમના નામ છે વેલયુઘમ, રાજેશ, સુરેશ, આનંદ અને પ્રકાશ. જેમાંથી વેલયુધમની સ્થિતિ ગંભીર છે. પોલીસના જણાવ્યા મુજબ ગણેશે અંજનપ્પા ગાર્ડન, બખ્શી ગાર્ડન અન બલેકાઇ મંડીની આસપાસ લગભગ બે કિલોમીટર સુધી પગપાળા જતા લોકોને અકારણે ચપ્પુથી વાર કર્યો છે. જેનાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ બની ગયો છે.

લોકોએ બૂમા બૂમ કરી દેતા એક નિરીક્ષક અને કોન્સેટબલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને તેમણે હમલાખોરને પકડીને તેની પાસેથી ચાકુ જપ્ત કર્યું હતું. પોલીસનું કહેવી છે કે આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને તેની પર કલમ ૩૦૨ અને ૩૦૭ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW