પૂર્વ પાક ખેલાડીનો મોટો ખુલાસો: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન લેતા હતા કોકેન

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝે પાકિસ્તાનના હાલના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. સરફરાઝે દાવો કર્યો છે કે ઇમરાન ખાન કોકેન લેતા હતા. સરફરાઝના આ સનસનીખેજ આરોપનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે.

આપને જણાવી દઈએ કે સરફરાઝ ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં પાકિસ્તાનના ઝડપી બોલર હતા અને તેમણે ઇમરાન ખાન સાથે ઘણી ક્રિકેટ રમી હતી. સરફરાઝે એમ પણ કહૃાું કે જો ઇમરાન ખાન તેમના દાવાને ખોટો સમજે તો તેઓ તેમને કોર્ટમાં પડકારી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ક્રિકેટરો પર ડ્રગ્સ લેવાના આરોપ આ પહેલા પણ લાગતા રહૃાા છે. સરફરાઝ નવાઝના વાયરલ વીડિયોમાં ૧૯૮૭માં રમાયેલ એક મેચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી.

આ મેચમાં ઇમરાન ખાનનું પ્રદર્શન ખરાબ રહૃાું હતું. એ ઘટનાને યાદ કરી નવાઝે કહૃાું કે ઇસ્લામાબાદમાં ઇમરાન ખાન તેમના ઘરે આવ્યા હતા અને તે દરમિયાન ઇમરાન ખાને ડ્રગ્સ લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહૃાું કે ઇમરાન ખાને ૧૦-૨૦ રૂપિયાની નોટમાં કોકેન નાંખીને લીધું હતું અને ભાંગને સૂકાવવીને તેની ચરસ પણ બનાવતા હતા. તે સમયે તેમના ઘરે મોહસિન ખાન, અબ્દૃુલ કાદિર અને સલીમ મલિક પણ હતા. જમ્યા બાદ ઇમરાન ખાને ચરસ પીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW