દિલ્હીમાં પ્રદુષણ ભયાનક સ્તરે: એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ને પાર

સીપીસીબીએ હવા હજુ વધુ ઝેરી બનવાની કરેલી આગાહી

દેશની રાજધાની નવી દિલ્હીમાં આંતરિક કટોકટી જાહેર કરવી પડે એટલી હદે પ્રદુષણ વધી ગયું હતું. પાટનગરના મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ના આંકને વટાવી ગયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હવા હજુ વધુ ઝેરી બને એવી શક્યતા હોવાની આગાહી કરી હતી. મંદિર માર્ગ, પંજાબી બાગ, નજફગઢ, શ્રી અરિંવદ માર્ગ, પૂસા, રોહિણી, પડપડગંજ, જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ વગેરે વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ના આંકને વટાવી ગયો હતો.

ભારત ઋતુ વિજ્ઞાન વિભાગે કહૃાું હતું કે આજે સવારે વિઝિબિલિટી માત્ર ૩૦૦ મીટરની રહી હતી. એને કારણે રોજ સવારે જે વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાતો હોય ત્યાં પણ આજે ઓછાં વાહનો જોવા મળ્યાં હતાં.

અત્રે એ યાદ રહે કે દિલ્હીની સરકારે પ્રદૃૂષણને ધ્યાનમાં રાખીને દિવાળીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને પ્રતિબંધનો ભંગ કરનારા લોકોને એક લાખ રૂપિયા દંડ અને પાંચ વર્ષની જેલની સજા જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW