ગરીબ દેશોને વાઇરસની વેક્સિન માટે વિશ્ર્વ બૅન્ક ૧૨ અબજ ડૉલર આપશે

વિકાસશીલ દેશોને કોવિડ-૧૯ વાઇરસની વેક્સિન ખરીદવા અને વહેંચવા, ટેસ્ટ્સ અને સારવાર માટે વિશ્ર્વ બેંકે ૧૨ અબજ ડૉલર આપવાની જાહેરાત કરી હતી. આ મદદ દ્વારા વિશ્ર્વ બેંક એક અબજ લોકોને મદદ કરવાની અપેક્ષા સેવે છે. વિશ્ર્વ બેંકે જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો કોવિડ-૧૯નો સામનો કરી શકે એ માટે વિશ્ર્વ બેંક જૂથના ૧૬૦ અબજ ડૉલરના પેકેજનો આ ૧૨ અબજ ડૉલર એક હિસ્સો છે. અમારા કોવિડ-૧૯ ઇમરજન્સી રિસ્પોન્સ કાર્યક્રમો ૧૧૧ દેશોમાં ચાલી રહૃાા છે.

બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું કે કોવિડની ઇમરજન્સીને કાબૂમાં લેવા માટે અમે ફાસ્ટ-ટ્રેક કાર્યક્રમોને વિસ્તારી રહૃાા છીએ જેથી વિકાસશીલ દેશોને સમાન રીતે વેક્સિન મળી રહે. આ રોગચાળાને ખાળવાનો મુખ્ય માર્ગ સુરક્ષિત અને અસરકારક વેક્સિન મેળવવી અને એની મજબૂત ડિલિવરી સિસ્ટમ છે.

વિશ્ર્વ બેંકે જાહેર કરેલા નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે અમારી ખાનગી ક્ષેત્રની શાખા ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન ૪ અબજ ડૉલરના ગ્લોબલ હેલ્થ પ્લેટફોર્મ મારફત વેક્સિનના ઉત્પાદનમાં રોકાણ કરી રહૃાા છે.

આ ફંડનો ઉપયોગ ગરીબ દેશોને કોવિડ-૧૯ વાઇરસના ટેસ્ટ અને સારવાર, વેક્સિનેશન માટેની સપ્લાય ચેઇનને ટેકો આપવા અને અન્ય સાધનો માટે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.