એચ-૧બી વિઝા માટે અમેરિકાનો નવો પ્રસ્તાવ, હજારો ભારતીયોની નોકરીઓ પર સંકટ

અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે એચ-૧ બી વિઝા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં અમેરિકી વિદેશ વિભાગે એચ-૧ બી સ્પેશિયાલિટી અસ્થાયી બિઝનેસ વિઝા જારી ન કરવા માટે સરકારને કહૃાુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આ પ્રસ્તાવને મંજૂરી આપી દે તો ભારતીયો પર ખાસ કરીને આની અસર થશે. આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી લગભગ ૮૦૦૦ વિદેશી કામદાર દર વર્ષે પ્રભાવિત થશે. જેમાં મોટાભાગની સંખ્યા ભારતના લોકોની જ હશે. ખાસ કરીને એ કંપનીઓ પર પણ અસર થશે જે એચ ૧બી વિઝા પર ટેકનિકલ પ્રોફેશનલ્સને અમેરિકા મોકલે છે.

એચ-૧ બી વિઝા અમેરિકી કંપનીઓને દૃેશમાં ટેકનિકલ પ્રોફેશનલ્સને નાના કાર્યકાળ માટે બોલાવવા અને સાઈટ પર જઈને કામ કરવાની મંજૂરી આપે છે. અમેરિક વિદેશ વિભાગનુ કહેવુ છે કે નવા પ્રસ્તાવ મંજૂર થવા પર અમેરિકી કંપનીઓને પોતાના શ્રમિકોને પ્રોત્સાહિત કરવાનો મોકો મળશે. અમેરિકાાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે માટે આ પગલાંને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહૃાુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારનુ વલણ એચ ૧બી વિઝા માટે સતત કડક રહૃાુ છે. આ મહિને ટ્રમ્પ પ્રશાસને સ્થાનિક કામદારોની સુરક્ષા માટે ચૂંટણી પહેલા એચ૧બી વિઝા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. નવા નિયમોમાં ભથ્થા સાથે જોડાયેલ પેરામીટર્સ વધારી દીધા છે. કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને કામ પર રાખવાની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસે ફ્રૉડ ડિટેક્શન ફોર્સને વધુ અધિકાર આપ્યા છે. આનાથી હવે વિઝા મંજૂરી પહેલા થતી તપાસ વધુ કડક થઈ જશે. વ્હાઈટ હાઉસના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ એચ૧ બી વિઝા સાથે જોઋાયેલ બે ઈન્ટેરિમ ફાઈનલ રુલ્સ(આઈએફઆર) દ્વારા આ ફેરફાર કર્યા છે. આ સાથે સાથે નવા નિયમમાં થર્ડ પાર્ટી ક્લાયન્ટ તરીકે નિયુક્ત કરાતા કર્મચારીઓના વિઝાના માન્ય રહેવાનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW